સાવરકરને ભારત રત્ન, નોકરીમાં 80 ટકા કોટા, શિંદે જુથની પહેલી કાર્યકારિણી મળી

PC: opindia.com

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે હોટલ તાજ ખાતે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજી હતી. જેમાં વીર સાવરકરને ભારત રત્ન આપવાનો પ્રસ્તાવ સહિત અનેક મહત્વની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યના તમામ પ્રોજેક્ટમાં સ્થાનિક યુવાનોને 80 ટકા રોજગારી આપવા, મરાઠી ભાષાને ભદ્ર ભાષાનો દરજ્જો આપવા માટેની દરખાસ્તો પણ લાવવામાં આવી હતી.

શિવસેનાનું નામ અને પાર્ટીનું ચૂંટણી ચિહ્ન મળ્યા પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે હોટલ તાજમાં કાર્યકારિણીની પહેલી બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં અનેક મહત્ત્વની દરખાસ્તો કરવામાં આવી હતી. સૌથી પહેલા શિવસેનાના લોકસભા દળના નેતા અને સાસંદ રાહુલ શેવાલેએ વીર સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરી હતી. ઉપરાંત આ બેઠકમાં ચર્ચગેટ સ્ટેશનનું નામ બદલીને પૂર્વ કેન્દ્રીય નાણા મંત્રી ચિંતામનરાવ દેશમુખ કરવાની પણ દરખાસ્ત આવી હતી. આ ઉપરાંત રાજ્યના તમામ પ્રોજેક્ટસમાં સ્થાનિક યુવાનોને 80 ટકા રોજગારી, મરાઠી ભાષાને ભદ્ર ભાષાનો દરજ્જો આપવા અને UPSC અને MPSCમાં મરાઠી વિદ્યાર્થીઓને મજબુત સમર્થન આપવા જેવી અનેક દરખાસ્તો રજૂ થઇ હતી.

17 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચના નિર્ણય બાદ શિવસેનાનું નામ અને પક્ષનું ચિહ્ન ઉદ્ધવ ઠાકરે પાસેથી છીનવી લેવામાં આવ્યું હતું. તેના 78 પાનાના નિર્ણયમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે શિંદેના જૂથે વિધાનસભા ગૃહ તેમજ સંગઠનમાં બહુમતી દર્શાવી છે. કમિશન સમક્ષ, બંને પક્ષોએ તેમની પુષ્ટિ માટે પોતપોતાના દાવાઓ અને દસ્તાવેજો રજૂ કર્યા હતા.

એકનાથ શિંદે જૂથ પાસે કુલ 55 વિજેતા ધારાસભ્યોમાંથી 40 ધારાસભ્યો છે જેઓ શિવસેનાની ટિકિટ પર જીત્યા છે. પાર્ટીના કુલ 47,82,440 મતોમાંથી, 76 ટકા એટલે કે 36,57,327 મત શિંદે જૂથ દ્વારા તેની તરફેણમાં રજૂ કરવામાં આવ્યા હતા. શિવસેના પર પારિવારિક વારસો તેમજ રાજકીય વારસો હોવાનો દાવો કરતા ઉદ્ધવ ઠાકરે જૂથ 15 ધારાસભ્યોમાંથી માત્ર 11,25,113 મતો અને કુલ 47,82,440 મતોના દસ્તાવેજી પુરાવા રજૂ કરી શક્યો હતો. મતલબ કે ઠાકરે જૂથને માત્ર 23.5 ટકા વોટ મળ્યા હતા. ઠાકરે જૂથને શિવસેનાના કુલ 55માંથી માત્ર 15 ધારાસભ્યોનું સમર્થન હતું.

ચૂંટણી પંચના ચુકાદા પછી ઉદ્ધવ ઠાકરે ગ્રુપે પહેલા તો સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવવાની વાત કરી હતી, પરંતુ ચૂંટણી પંચે આપેલા મશાલ ચિહ્ન સાથે ચૂંટણી લડવાનું સ્વીકારી લીધું હતું.

શિવસેનાથી છુટા પડેલા એકનાથ શિંદેએ ભાજપના સહયોગથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવેલી છે અને તેઓ અત્યારે મુખ્યમંત્રી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp