મુસ્લિમ લગ્ન પર હાઈકોર્ટનો મોટો નિર્ણય, અમે એકથી વધારે લગ્ન રોકી શકીએ નહીં
બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં એક અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે, મુસ્લિમ વ્યક્તિ એક કરતા વધુ લગ્ન રજીસ્ટર કરી શકે છે. કોર્ટે કહ્યું કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાં આની મંજૂરી છે, તેથી તેમને એકથી વધુ લગ્ન કરવાથી રોકી શકાય નહીં. તેમની અરજીમાં મુસ્લિમ દંપતીએ કોર્ટને અપીલ કરી હતી કે, તેઓ તેમને લગ્નનું પ્રમાણપત્ર આપવાનો નિર્દેશ આપે. જ્યારે અધિકારીઓએ તેને પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરી દીધો હતો, કારણ કે આ યુવકના ત્રીજા લગ્ન હતા.
મુસ્લિમ વ્યક્તિ અને તેની ત્રીજી પત્ની, જેઓ અલ્જેરિયન છે, લગ્ન રજિસ્ટ્રારે તેમને પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યા પછી કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેણે આ અરજી ફેબ્રુઆરી 2023માં આપી હતી. મહારાષ્ટ્ર મેરેજ બ્યુરો રેગ્યુલેશન એન્ડ મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને દંપતીને લગ્નનું પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો હતો, લગ્નની વ્યાખ્યા માત્ર એક જ લગ્નને ધ્યાનમાં લે છે અને એક કરતા વધારે લગ્નોને નહીં.
15 ઓક્ટોબરે સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેરેજ રજિસ્ટ્રારને એક પુરુષ અને તેની ત્રીજી પત્નીની અરજી પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ બર્ગેસ કોલાબાવાલા અને સોમશેખર સુંદરેસને કહ્યું કે, 'અધિનિયમની સમગ્ર યોજનામાં અમને એવું કંઈ મળ્યું નથી કે જે મુસ્લિમ પુરુષને ત્રીજા લગ્નની નોંધણી કરતાં અટકાવે. આ કાયદામાં એવું કંઈ નથી જે દર્શાવે છે કે મુસ્લિમોના અંગત કાયદાને બાકાત રાખવામાં આવ્યા છે.'
સુનાવણી દરમિયાન, બેન્ચે ઓથોરિટીના ઇનકારને 'સંપૂર્ણપણે ખોટો' ગણાવ્યો અને કહ્યું કે, કાયદો મુસ્લિમ પુરુષોને એક કરતાં વધુ લગ્નની નોંધણી કરતા અટકાવતો નથી, કારણ કે તે મુસ્લિમ પર્સનલ લો હેઠળ માન્ય છે. કોર્ટે વધુમાં કહ્યું કે, 'મુસલમાનોના અંગત કાયદા હેઠળ, તેમને એક સમયે ચાર પત્નીઓ રાખવાનો અધિકાર છે. અમે સત્તાવાળાઓની દલીલ સ્વીકારવામાં અસમર્થ છીએ કે, મહારાષ્ટ્ર મેરેજ બ્યુરો રેગ્યુલેશન એન્ડ મેરેજ રજિસ્ટ્રેશન એક્ટની જોગવાઈઓ હેઠળ, ફક્ત એક જ લગ્નની નોંધણી થઈ શકે છે.'
કોર્ટે કહ્યું કે જો તે સત્તાવાળાઓની દલીલો સ્વીકારે તો પણ તેનો અર્થ એ થશે કે, મહારાષ્ટ્ર મેરેજ બ્યુરો રેગ્યુલેશન એન્ડ મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 'વ્યક્તિગત કાયદા'ને નકારી કાઢે છે અને/અથવા તેનું સ્થાન લે છે. જ્યારે આ કાયદામાં એવું કંઈ નથી, જે દર્શાવે છે કે મુસ્લિમોના અંગત કાયદાને બાકાત રાખવામાં આવ્યા છે.
બેન્ચે એ પણ નોંધ્યું હતું કે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને અરજદારના લગ્ન તેની બીજી પત્ની સાથે નોંધ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશને દાવો કર્યો હતો કે, લગ્નની નોંધણી કરતી વખતે તેમની પાસે તમામ સંબંધિત દસ્તાવેજો ન હતા તે પછી યુગલને બે અઠવાડિયામાં તમામ દસ્તાવેજો સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું. આના પર કોર્ટે કહ્યું કે, એકવાર દસ્તાવેજો સબમિટ થઈ ગયા પછી, મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે લગ્નનું પ્રમાણપત્ર તેમને ન આપવા અથવા વ્યક્તિગત સુનાવણી પછી તેનો ઇનકાર કરવા માટે 10 દિવસનો સમય હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp