રાજ્યસભામાં નમાઝને લઇને મોટો નિર્ણય, વધારાનો 30 મિનિટનો બ્રેક હટાવાયો
રાજ્યસભામાં નમાજને લઈને મોટો નિર્ણય લીધો છે. સંસદના સત્ર દરમિયાન દર શુક્રવારે તેના માટે મળતા અડધા કલાકના બ્રેકને સમાપ્ત કરી દેવામાં આવ્યો છે. રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આ વ્યવસ્થા કરી છે. તેમણે તેની સાથે જોડાયેલા નિયમોમાં બદલાવના પણ નિર્દેશ આપ્યા છે. રાજ્યસભામાં અત્યાર સુધી દરેક શુક્રવારે લંચ બ્રેક 01:00 વાગ્યાથી 02:30 વાગ્યા સુધી રહેતો હતો. તો લોકસભામાં લંચ બ્રેક 01:00 થી 02:00 વાગ્યા સુધી રહેતો હતો.
રાજ્યસભામાં આ વધારાનો અડધો કલાક નમાજ માટે આપવામાં આવતો હતો. તેને હવે સભાપતિ નિયમોમાં બદલાવ કરીને સમાપ્ત કરી દીધો છે. આખો મામલો 8 ડિસેમ્બર 2023નો છે. ત્યારે રાજ્યસભમાં ઝીરો ઓવર ચાલી રહ્યો હતો. સાંસદ પોતાના સવાલોના જવાબ પૂછી રહ્યા હતા. ત્યારે દ્રવિડ મુનેત્ર કઝાગમ (DMK) સાંસદ તિરુચિ શિવાએ હસ્તક્ષેપ કર્યો. રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ પીઠાધિન હતા. તિરુચિ શિવાને સભાપતિએ બોલવાનો અવસર આપ્યો. તેમણે શુક્રવારના દિવસે રાજ્યસભાના કામકાજની સમયસીમાને લઈને સવાલ પૂછ્યો હતો.
DMK સાંસદે કહ્યું કે, સામાન્ય રીતે શુક્રવારના દિવસે સભાના કામકાજ લંચ બ્રેક બાદ 02:30 વાગ્યાથી શરૂ થાય છે. એ બીજી વાત છે કે આજના સંશોધિત કાર્યક્રમ મુજબ, તે 02:00 વાગ્યાથી જ છે. આ બાબતે નિર્ણય ક્યારે લેવામાં આવ્યો? આ બાબતે સદનના સભ્ય જાણતા નથી, આ બદલાવ કેમ થયો. તેના પર સભાપતિએ જવાબ આપ્યો કે આ બદલાવ આજથી નથી. આ બદલાવ તેઓ પહેલા જ કરી ચૂક્યા છે. તેમણે તેનું કારણ પણ જણાવ્યું. તેમણે કહ્યું કે લોકસભામાં કાર્યવાહી 02:00 વાગ્યાથી થાય છે. લોકસભા અને રાજ્યસભા બંને જ સંસદનો હિસ્સો છે. બંનેના કામના સમયમાં સમાનતા હોવી જોઈએ. આ જ કારણ છે કે તેમણે પહેલા જ આ બાબતે નિયમ બનાવી દીધા હતા.
સભાપતિની આ વાતથી DMKના મુસ્લિમ સાંસદ એમ. મોહમ્મદ અબ્દુલ્લાએ નાખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, શુક્રવારે મુસ્લિમ સભ્ય નમાજ વાંચવા માટે જાય છે. તો આ દિવસે સદન શરૂ કરવા માટે 2:30 વાગ્યાનો સમય નક્કી છે. સભાપતિએ અબ્દુલ્લાની વાત સાંભળ્યા બાદ બેસવા કહ્યું. તેઓ પાછા બોલ્યા કે લોકસભા સાથે એકરૂપતા કરવા માટે એક વર્ષ અગાઉ જ સદનના સમયમાં બદલાવ કરી દેવામાં આવ્યો હતો. તેમાં કંઈ નવું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp