ક્રિસમસમાં ધસારો, નવા વર્ષની ઉજવણીમાં પાંખી હાજરી, શિમલા-મનાલીમાં આમ કેમ થયું?

PC: jakhuropewayshimla.com

સામાન્ય રીતે હિમાચલ પ્રદેશમાં આવેલા રમણીય સ્થળો શિમલા અને મનાલીમાં દર વખતે નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હોય છે,આ વખતે હિમાચલ પ્રદેશમાં નવા વર્ષની ઉજવણી માટે ઓછા પ્રવાસીઓ આવ્યા હતા. શિમલા અને મનાલીમાં, અગાઉના વર્ષો કરતાં ઓછા પ્રવાસીઓએ આ ખુબસુરત વાદીઓની મુલાકાત લીધી હતી. આ વખતે શિમલામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ હોટલોમાં 60 ટકા ઓક્યુપન્સી હતી. મનાલીમાં પણ માત્ર 70 ટકા હોટલો જ બુક થઈ હતી.

એવું તે શું થયું કે શિમલા અને મનાલીમાં ટુરિસ્ટોની સંખ્યા ઘટી ગઇ? શું પ્રવાસીઓના આ બંને સ્થળોથી મોહભંગ થઇ ગયો છે? તો ચાલો, એના કારણો જાણીએ.

જ્યાં હિમાચલ પ્રદેશમાં વરસાદી મોસમ દરમિયાન ભારે વરસાદ થયો હતો. સિમલા અને મનાલીમાં વરસાદે તબાહી મચાવી હતી. બિયાસ નદીએ મનાલીમાં વિનાશ વેર્યો હતો અને શિમલામાં મોટો ભૂસ્ખલન થયો હતો. પરંતુ હવે શિયાળામાં બંને શહેરો હિમવર્ષા પર નિર્ભર બની ગયા છે.

શિયાળાની ઋતુમાં મનાલી શહેર, સોલંગવેલી અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા થઈ નથી. તેના કારણે પણ નવા વર્ષે બંને શહેરોમાં પ્રવાસીઓ પહોંચ્યા ન હતા. ગયા વર્ષે શિયાળાની સિઝનમાં પણ શિમલામાં હિમવર્ષા થઈ ન હતી. કઠોર હવામાન અને હિમવર્ષાનો અભાવ પણ આ બંને શહેરોમાં પ્રવાસીઓની અછતનું મુખ્ય કારણ હતું.

આ વર્ષે નાતાલના તહેવાર પર મનાલી અને શિમલાથી ટ્રાફિક જામના અહેવાલો પણ હતા. ખાસ કરીને મનાલીમાં અટલ ટનલ અને સિસુ પાસે ભયંકર ટ્રાફિક જામની તસવીરો અને સમાચાર વાયરલ થયા હતા. આ કારણોસર પ્રવાસીઓએ મનાલી અને શિમલામાં નવું વર્ષ ઉજવવામાં રસ દાખવ્યો ન હતો.

તાજેતરમાં, મનાલીમાં નેશનલ હાઈવે પણ વરસાદમાં ખરાબ રીતે તુટી ગયો હતો. આ કારણોસર પણ પ્રવાસીઓ અહીં આવ્યા ન હતા. જો કે હાઇવે પરના પસંદગીના પોઈન્ટને બાદ કરતાં બાકીના રોડનું સમારકામ કરવામાં આવ્યું છે. પરંતુ હજુ પણ પ્રવાસીઓને લાગે છે કે રસ્તાની હાલત ખરાબ છે અને તેના કારણે સમસ્યા સર્જાય છે. શિમલા-કાલકા હાઇવે પણ ગણી જગ્યાએ તુટી ગયો છે. જો કે અહી ટ્રાફીક સરળતાથી ચાલી રહ્યો છે.

પાછલા વર્ષોમાં, ક્રિસમસ અને નવા વર્ષ પર શિમલા અને મનાલીમાં ભારે ભીડ હતી. પરંતુ આ વખતે પ્રવાસીઓએ અંતર રાખ્યું. મહત્વની વાત એ છે કે પ્રવાસીઓ હવે ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તોઓ ઓફ-બીટ સ્થળો તરફ વળ્યા છીએ.

હિમાચલમાં સરકારે પડોશી રાજ્યોના પ્રવાસીઓને લઈ જતા વાહનો પર ભારે ટેક્સ નાંખી દીધો હતો, જોકે બાદમાં તેમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પરતુ જે ટૂર મહિનાઓ પહેલા બુક થતી હોય છે એ વધારાના ટેક્સને કારણે બુક ન થઇ શકી. ટ્રાવેલ એજન્ટો પણ સરકારના આ નિર્ણયને કારણે પ્રવાસીઓ માટે હિમાલચની ટૂર બુક ન કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp