કેજરીવાલને ઝટકો, HCએ જામીન પર લગાવી રોક, સંજય સિંહ બોલ્યા- મોદી સરકારની..

PC: livemint.com

આબકારીનીતિ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નીચલી કોર્ટમાંથી મળેલા જામીન પર હાઇ કોર્ટે રોક લગાવી દીધી છે. હાઇ કોર્ટે કેસની સુનાવણી સુધી જામીન પર રોક લગાવી છે. EDએ કેજરીવાલને જામીન પર છોડવાના આદેશને દિલ્હી હાઇ કોર્ટમાં પડકાર આપ્યો છે. EDએ પોતાની SLPમાં કહ્યું કે, તપાસના મહત્ત્વપૂર્ણ પડાવ પર કેજરીવાલને છોડવાથી તપાસ પર અસર પડશે કેમ કે કેજરીવાલ મુખ્યમંત્રી જેવા મહત્ત્વના પદ પર છે.

તેના પર હાઇ કોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંધવીની એ દલીલ ફગાવી દીધી જેમાં કહેવામાં આવ્યું કે, અરજી પર જલદી સુનાવણીની જરૂરિયાત નથી. આ દરમિયાન જસ્ટિસ સુધીર જૈને કહ્યું કે, જ્યાં સુધી હાઇ કોર્ટમાં સુનાવણી પેન્ડિંગ છે, ત્યાં સુધી નીચલી કોર્ટનો આદેશ પ્રભાવી નહીં હોય. ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલને એક દિવસ અગાઉ જ નીચલી કોર્ટ તરફથી જામીન મળ્યા હતા, જેના વિરોધમાં EDએ દિલ્હી હાઇ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

આ કેસ પર જસ્ટિસ સુધીર કુમાર જૈન અને રવિન્દર ડુડેજાની વેકેશન બેન્ચ સુનાવણી કરી રહી છે. ED તરફથી રજૂ થયેલા વકીલે કહ્યું કે, નીચલી કોર્ટમાં અમને આ કેસ પર દલીલ કરવા માટે પૂરતો સમય ન આપવામાં આવ્યો. એડિશનલ સોલિસિટર જનરલ (ASG) રાજુએ કહ્યું કે, અમને લેખિતમાં જવાબ દાખલ કરવા સુધીનો સમય આપવામાં આવ્યો નથી. એ જરાય ઉચિત નથી. EDએ PMLAની કલમ 45નો સંદર્ભ આપ્યો. તેમણે કહ્યું કે, અમારો કેસ ખૂબ મજબૂત છે. તેમણે સિંધવીની ઉપસ્થિતિનો વિરોધ કર્યો.

આ અગાઉ EDના વકીલે આજે જ હાઇ કોર્ટ પાસે જલદી સુનાવણીની માગ કરી હતી. ED તરફથી ASG રાજૂ અને વકીલ જોએબ હુસેન હાઇકોર્ટમાં હજાર રહ્યા. દિલ્હી હાઇકોર્ટમાં કેજરીવાલ તરફથી અભિષેક મનુ સિંધવી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉપસ્થિત રહ્યા. હાઇકોર્ટથી કેજરીવાલની જામીન પર રોક લગવાયા બાદ આમ આદમી અપાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કહ્યું કે, મોદી સરકારની ગુંડાગર્દી જુઓ. અત્યારે ટ્રાયલ કોર્ટનો આદેશ જ આવ્યો નથી. આદેશની કોપી પણ મળી નથી તો મોદીની ED હાઇકોર્ટમાં કયા પ્રકારે પડકાર આપવા પહોંચી ગઈ? શું થઈ રહ્યું છે આ દેશમાં? ન્યાય વ્યવસ્થાનું મજાક કેમ બનાવી રહ્યા છો? મોદીજી આખો દેશ તમને જોઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp