નીતિશ કુમાર કંઇક મોટું કરવા જઇ રહ્યા છે. દિલ્હીમાં લાગ્યા પોસ્ટર

PC: abplive.com

બિહારના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. JDUના બે ભાગલા પડવાની અફવાઓ વચ્ચે CM નીતિશ કુમાર JDUની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી રહ્યા છે. પાર્ટીની બેઠક અંગે તેમણે કહ્યું કે, આ સામાન્ય બેઠક છે જે દર વર્ષે યોજાય છે.

JDUની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પહેલા દિલ્હીમાં પાર્ટી કાર્યાલયમાં બિહારના CM નીતીશ કુમારના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેના પર લખવામાં આવ્યું હતું કે, 'રાજ્યએ ઓળખી લીધા, હવે દેશ પણ ઓળખશે.' દિલ્હી જતા પહેલા પટનામાં જ્યારે CM નીતિશ કુમારને મીડિયા દ્વારા જ્યારે મીટિંગ અને લાલન સિંહના રાજીનામા પર પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેઓ જવાબ આપવાનું ટાળતા જોવા મળ્યા હતા. તેમણે પાર્ટી અધ્યક્ષ બનવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે, તેમની દિલ્હીની મુલાકાત નિયમિત છે. પાર્ટીની બેઠક અંગે CM નીતિશે કહ્યું કે, આ સામાન્ય બેઠક છે જે દર વર્ષે યોજાય છે. મળવાની પરંપરા છે. કઈ ખાસ નહિ. બે દિવસ સુધી મંથન થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, CM નીતીશ કુમાર આજે સાંજે રાષ્ટ્રીય અધિકારીઓ સાથે બેઠક કરશે અને આવતીકાલે 29 ડિસેમ્બરે JDUની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક છે. આ બેઠકમાં CM નીતીશ અધ્યક્ષ પદને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. JDU પ્રમુખ લલન સિંહ પણ દિલ્હીમાં છે, તેમના રાજીનામાની અટકળો ચાલી રહી છે. દિલ્હી જતા પહેલા પટનામાં CM નીતિશ કુમારે લાલન સિંહના રાજીનામાના સવાલનો કોઈ જવાબ આપ્યો ન હતો.

JDU પ્રમુખ લલન સિંહના રાજીનામાના સમાચાર પર, બિહારના DyCM અને RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું, 'કોઈ કેટલી વાર સ્પષ્ટતા આપી શકે? દરેક પક્ષની રાષ્ટ્રીય સ્તરની બેઠક હોય છે, કારોબારીની બેઠક હોય છે. અમારી પણ હતી. જો લોકો આવી નકામી વસ્તુઓને મહત્વ આપવા માંગતા હોય, તો તેમને તેમ કરવા દો, તેનાથી કોઈ ફરક પડતો નથી.'

બીજી તરફ સૂત્રોનું માનીએ તો, પટનામાં JDUના 11 ધારાસભ્યોની ગુપ્ત બેઠક યોજાઈ હતી, જેની જાણકારી CM નીતીશ કુમારને પણ મળી હતી. આ બેઠકમાં પાર્ટીના એક વરિષ્ઠ મંત્રીએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન લોકોની નજર દિલ્હી પહોંચેલા CM નીતીશ કુમારના આગામી પગલા પર ટકેલી છે. એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે, CM નીતીશ કુમાર કઈ જાહેરાત કરવા જઈ રહ્યા છે અને તેનાથી વિપક્ષી ગઠબંધનમાં મોટો ભડકો થશે, કે પછી બિહારના રાજકીય સમીકરણને બદલી શકશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp