Video: મેજિસ્ટ્રેટે પાણી માગતા મહિલા કોન્સ્ટેબલે કહ્યુ- સરકારના નોકર, તમારા નહીં

PC: aajtak.in

સોશિયલ મીડિયા પર બિહાર પોલીસની એક મહિલા કોન્સ્ટેબલનો વીડિયો હાલના દિવસોમાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં પાણીને લઈને મહિલા કોન્સ્ટેબલ ડ્યૂટી પર તૈનાત મજિસ્ટ્રેટ સાથે લડી પડી.

વીડિયોમાં મહિલા કહેતી જોવા મળી રહી છે કે, અમે સરકારના નોકર છે, તમારા નહીં. તો પછી તમારું કામ શા માટે કરીએ. મજિસ્ટ્રેટે મહિલા કોન્સ્ટેબલને પાણી લાવવા માટે કહ્યું તો મહિલા સિપાહીએ લાવવાની ના પાડી દીધી. ત્યાર બાદ મજિસ્ટ્રેટ દ્વારા તેની સામે કાર્યવાહી કરવાની ધમકી પણ આપવામાં આવી.

પાણી માગવા પર નારાજ થઇ મહિલા કોન્સ્ટેબલ

આ વાયરલ વીડિયો પાછળની સ્ટોરી જ્યારે તમે જાણશો તો હેરાનીમાં મૂકાઈ જશો. એક કાર્યક્રમમાં ડ્યૂટી લાગ્યા બાદ ત્યાં મોજૂદ મજિસ્ટ્રેટે નાશ્તો કરી લીધો અને ત્યાર બાદ મહિલા કોન્સ્ટેબલ પાસેથી એક બોતલ પીવાનું પાણી માગી લીધું.

મજિસ્ટ્રેટના પાણી માગતા જ મહિલા કોન્સ્ટેબલ ભડકી ગઇ. તેણે કહ્યું કે, અમે સરકારના નોકર છે. સરકારનું કામ કરીશું. પણ કોઈને અંગત નોકર નથી કે તેમનું કામ કરીશું. સાથે જ મહિલા કોન્સ્ટેબલ એ વાતથી પણ નાખુશ જોવા મળી કે મજિસ્ટ્રેટે નાશ્તો કરી લીધો અને અન્ય પોલીસકર્મીઓ ભૂખ્યા ડ્યૂટી કરી રહ્યા હતા.

મહિલા કોન્સ્ટેબલ વાયરલ વીડિયોમાં આગળ કહી રહી છે, સાહબે નાશ્તો-પાણી કરી લીધો પણ સાથીઓને ભૂલી ગયા. મજાની વાત તો એ રહી કે, મહિલા કોન્સ્ટેબલે પાણી લાવીને આપવાની ના પાડી દીધી તો અન્ય સિપાહીઓએ પણ તેના આ નિર્ણયનું સમર્થન કર્યું.

મજિસ્ટ્રેટે કહ્યું DSPને ફરિયાદ કરીશ

આ વાયરલ વીડિયોને લઈ ડ્યૂટી પર તૈનાત મજિસ્ટ્રેટે કહ્યું કે, જ્યારે મેં તેની પાસે પાણી માગ્યું તો તેણે આપવાની ના પાડી દીધી. ચાર દિવસથી ડ્યૂટી કરી રહ્યો છું. અહીં પાણીની વ્યવસ્થા નહોતી. હું ચાર બોટલ પાણી ઘરેથી લઇને આવતો હતો અને પોતે પીધા બાદ આ લોકોને પાણી આપતો હતો. મજિસ્ટ્રેટે કહ્યું કે, હું આ મહિલા કોન્સ્ટેબલની ફરિયાદ DSPને કરીશ.

આ વીડિયો બિહારના પટનાના દીઘા ઘાટ પરનો છે. જ્યાં બિહારના પશુપાલન વિભાગ દ્વારા રિવર રૈચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં માછલીના 4 લાખ લારવાને નદીમાં છોડવામાં આવ્યા. આ દરમિયાન મજિસ્ટ્રેટ બીપી ગુપ્તા અને મહિલા કોન્સ્ટેબલની વચ્ચે વિવાદ થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp