આ ગામમાં 365 દિવસમાં 12 કલાકનું લાગે છે લોકડાઉન, ઘર છોડીને વનમાં જતા રહે છે લોકો

PC: zeenews.india.com

બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બગહામાં નૌરંગિયા ગામમાં જ્યાં દર વર્ષે એક અનોખી પરંપરા મનાવવામાં આવે છે. આખા ગામમાં એક ખાસ દિવસે લોકડાઉન લાગે છે. ગામના લોકો 12 કલાક માટે દિવસે ગામ છોડીને જંગલમાં જતા રહે છે. આખું ગામ સૂનું થઈ જાય છે. જંગલમાં જઈને ગ્રામજનો પૂજાપાઠ કરે છે. માન્યતા છે કે એમ કરવાથી દેવી ખુશ થાય છે અને ગામનો ખરાબ સમય દૂર થાય છે. કહેવામાં આવે છે કે ખૂબ પહેલા નૌરંગિયા ગામમાં મોટા ભાગે પ્રાકૃતિક આપત્તિઓ અને બીમારીઓ આવતી હતી.

અહી સુધી કે, હૈજા અને ચેચક જેવી બીમારીઓ પણ ફેલાઈ જતી હતી. ઘણી વખત ગામમાં આગ પણ લાગી ચૂકી છે. એ સમયે ગામમાં એક સંત બાબા પરમહંસને સપનામાં દેવી મા દુર્ગા નજરે પડ્યા. દેવી મા દુર્ગાએ તેમને કહ્યું કે, આખા ગામને પોતાની સાથે જંગલમાં લઈ જાવ, ત્યારથી દર વર્ષે આ પરંપરા નિભાવવામાં આવે છે. નૌરંગિયા ગામના લોકો વૈશાખની નવમીના દિવસે સવારે પોતાના ઘરોથી નીકળીને વાલ્મીકિ ટાઈગર રિઝર્વના ભજની કુટ્ટીના જંગલમાં જતા રહે છે. આ દરમિયાન ઘરોમાં તાળાં પણ લાગતા નથી. જંગલમાં ગ્રામજનો મા દુર્ગાની પૂજા કરે છે.

ગ્રામજનો માને છે કે ગામમાં ખુલ્લુ ઘર છોડીને ગયા બાદ મા ગામમાં આવીને ફરે છે. ત્યારબાદ સાંજે સૂરજ ઢળી ગયા બાદ ગ્રામજનો પાછા ગામમાં જતા રહે છે. ગામમાં આવ્યા બાદ મંદિરથી જળ લાવીને ઘરો પર છંટકાવ કરે છે. પછી બધા લોકો પોતાના રોજિંદા કામોમાં લાગી જાય છે. લોકોએ જણાવ્યું કે, ગામના બધા લોકો, પછી તેઓ યુવા હોય કે વૃદ્ધ, આ પરંપરાનું પાલન કરે છે. અહી સુધી કે જે લોકો બીમાર હોય છે, તેમને પણ જંગલમાં લઈ જવામાં આવે છે. આ આખા દિવસ દરમિયાન ગામ સૂનું રહે છે, છતા અહી કોઈ ચોરી કે ખોટું કામ થતું નથી. ગામમાં વનવાસની આ પરંપરાને આજે યુવા પણ માને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp