બિહારના 13 કરોડ લોકોનું સપનું તૂટ્યું, નહીં મળે વિશેષ રાજ્યનો દરજ્જો, સ્પષ્ટ ના

PC: Khabarchhe.com

બિહારના 13 કરોડ લોકોનું સપનું તૂટી ગયું છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર, નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવ, અપક્ષ સાંસદ પપ્પુ યાદવ સહિત રાજ્યના તમામ પાર્ટીના નેતા બિહારને વિશેષ રાજ્યના દરજ્જો આપવાની ડિમાન્ડ કરતા રહ્યા છે. હવે આ સપનું જ રહી જશે. સોમવારે સંસદનું મોનસૂન સત્રની કાર્યવાહી દરમિયાન આ ડિમાન્ડ ડિમાન્ડ જ રહી ગઈ છે. નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં આપી શકાય.

સંસદમાં દાખલ સવાલના જવાબમાં મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે, પહેલા દેશના કેટલાક રાજ્યોને વિશેષ રાજ્યનો દરજ્જો મળી ચૂક્યો છે. વિશેષ શ્રેણીનો દરજ્જો રાષ્ટ્રીય વિકાસ પરિષદ (NDC) તરફથી આપવામાં આવે છે. તેના માટે કેટલાક પ્રમાણ નક્કી કરવામાં આવ્યા છે, જેના પર બિહાર ક્યાંયથી ખરું ઉતરતું નથી. રાષ્ટ્રીય વિકાસ પરિષદે બિહારની ડિમાન્ડ પર વિચાર કર્યો છે, ત્યારબાદ 30 માર્ચ 2012ના રોજ પોતાનો રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. વિકાસ પરિષદ એવા નિષ્કર્ષ પર પહોંચ્યું કે, હાલના NDC માપદંડોના આધાર પર, બિહાર માટે વિશેષ રાજ્યના દરજ્જાનો મામલો બનતો નથી.

મોનસૂન સત્ર શરૂ થવા અગાઉ NDCની બેઠકમાં પણ JDUના રાજ્ય સભાના સાંસદ સંજય કુમાર ઝાએ પણ બિહારને વિશેષ રાજ્યના દરજ્જાની માગ ઉઠાવી છે. એ સિવાય સોમવારે જ રાજ્યસભામાં RJDના સાંસદ મનોજ ઝાએ આ મુદ્દાને ઉઠાવ્યો, પરંતુ નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીના જવાબથી આ માગ પર વિરામ લાગતો દેખાઈ રહ્યો છે. આ અગાઉ JDUના રાષ્ટ્રીય મહાસચિવ અને રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજને 22 જુલાઈથી શરૂ થઈ રહેલા બજેટ સત્રથી એક દિવસ અગાઉ બિહારને સ્પેશિયલ રાજ્યનો દરજ્જો આપવાની માગનું પુનરાવર્તન કર્યું.

બજેટ સત્રથી એક દિવસ અગાઉ રવિવારે કેન્દ્ર સરકારે સર્વદળિય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ખાસ કરીને JDUએ બિહાર માટે વિશેષ દરજ્જાની માગ કરી. તેને લઈને રાજીવ રંજને કહ્યું કે, નીતિશ કુમાર 2005 થી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી રહ્યા છે. વિશેષ રાજ્યનો દરજ્જો મળવા પર કેન્દ્ર સરકાર તરફથી એ રાજ્યને વિકાસ કાર્યો પર થનાર ખર્ચમાં સારી રકમ મળે છે. અમારા લોકો તરફ્થી વારંવાર વિશેષ રાજ્યની માગ રહેશે, પરંતુ જ્યાં સુધી વિશેષ રાજ્યનો દરજ્જો મળતો નથી, ત્યાં સુધી અમને વિશેષ ફંડ આપવામાં આવે.

તેમણે કહ્યું કે, 3 વર્ષ અગાઉ કેન્દ્ર સરાકરે અમને 1 લાખ 25 કરોડ રૂપિયા આપ્યા હતા. અમે લોકોએ આગ્રહ કર્યો કે, જ્યાં સુધી વિશેષ રાજ્યનો દરજ્જો મળતો નથી, ત્યાં સુધી વિશેષ ફંડ આપવામાં આવે. તેનાથી રાજ્યનો વિકાસ બાધિત નહીં થાય. બિહાર પ્રદેશ કોંગ્રેસ અમિતિના અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહે પણ રવિવારે કહ્યું કે, સંસદના બજેટ સત્રમાં રાજ્યના NDA નેતાઓએ બિહાર માટે વિશેષ રાજ્યના દરજ્જાની માગ કરવી જોઈએ.

તેમણે કહ્યું કે, બિહારના NDA નેતાઓને 22 જુલાઈથી શરૂ થઈ રહેલા સત્રમાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરવી જોઈએ. સાથે જ પટના યુનિવર્સિટીને કેન્દ્રીય યુનિવર્સિટી બનાવવી જોઈએ. મોંઘવારી ઓછી થવી જોઈએ, ટેક્સ ઓછો હોવો જોઈએ, ગેસ સિલિન્ડરના ભાવ ઓછા હોવા જોઈએ, સાર્વજનિક ક્ષેત્રમાં થોડું રોકાણ થવું જોઈએ, ત્યારે બિહાર સમૃદ્ધ હશે. RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની દીકરી અને હાલમાં જ લોકસભાની ચૂંટણીમાં ઉતરેલા રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી.

રોહિણીએ લખ્યું કે, બિહારની લગભગ એક તૃતીયાંશ વસ્તી ગરીબીમાં જીવી રહી છે એવામાં વિશેષ રાજ્યનો દરજ્જો બિહારની તાત્કાલિક જરૂરિયાત છે. બિહારની અર્થવ્યવસ્થાનો આધાર નાનો હોવાનું કારણ, આર્થિક પછાતપણાને દૂર કરવા માટે કરવામાં આવેલા પ્રયાસોનો સાર્થક પ્રભાવ જીવિકા વિસ્તાર અને ગરીબ નિવારણ પર નહીં હોય શકે. તેના માટે સાર્વજનિક ક્ષેત્રમાં જરૂરી નાણાકીય રોકાણની જરૂરિયાત છે, જે વિશેષ રાજ્ય હેઠળ મળનારા વિશેષ આર્થિક પેકેજથી જ સંભવ છે. નીતિ આયોગના હાલના રિપોર્ટ પણ વિકાસના 3 સૌથી મહત્ત્વના પ્રમાણ, સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પર બિહારના પછાતપણાને દર્શાવે છે.

રોહિણીએ આગળ લખ્યું કે, બિહાર માટે વિશેષ રાજ્યના દરજ્જાની માગ સૌથી પહેલા રાષ્ટ્રીય જનતા દળ દ્વારા જ કરવામાં આવી હતી. પોતાના મુખ્યમંત્રિત્વ કાળમાં શ્રીમતી રાબડી દેવીજી તરફથી સર્વપ્રથમ આ માગ કેન્દ્રની તત્કાલીન NDA સરકાર પાસે કરવામાં આવી હતી, દશકોથી પેન્ડિંગ પોતાની આ માગ માટે રાષ્ટ્રીય જનતા દળ મજબુતીથી અવાજ ઉઠાવી રહી છે અને આજે પણ બિહારના સમાવેશી વિકાસ માટે કરવામાં આવી રહેલી આ માગના પક્ષમાં મજબૂતી સાથે ઊભી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp