..તો રાહુલ સાથે આવશે પટનાયક? BJDના સાંસદોએ કેમ કર્યું સદનમાંથી વોકઆઉટ

PC: livemint.com

સંસદના બજેટ સત્રનો ત્રીજો દિવસ (બુધવારે) બાબાલવાળો રહેવાની સંભાવના છે કેમ કે વિપક્ષી INDIA ગઠબંધને મંગળવારે રજૂ થયેલા બજેટને ભેદભાવપૂર્ણ બજેટ કરાર આપ્યો છે. લોકસભામાં બજેટ રજૂ થયા બાદ INDIA ગઠબંધનની પાર્ટીઓએ એક બેઠક કરીને સંસદમાં તેનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું કે, આ વર્ષના કેન્દ્રીય બજેટે દેશના બજેટની અવધારણા ખતમ કરી દીધી છે અને મોટા ભાગના રાજ્યો સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે એટલે તેનો વિરોધ કેવી રીતે કરવામાં આવે? તેના પર INDIA ગઠબંધનના દળોએ ચર્ચા કરી છે.

માનવામાં આવી રહ્યું છે કે, આજે સંસદના બંને સત્રોમાં INDIA ગઠબંધનની બધી પાર્ટીના સાંસદ કેન્દ્ર સરકાર વિરુદ્ધ હલ્લાબૉલ કરશે. બીજી તરફ ઓરિસ્સાના મુખ્યમંત્રી અને વિપક્ષી બીજૂ જનતા દળ (BJD)ના ચીફ નવીન પટનાયકે નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટને ઓરિસ્સા વિરોધી કરાર આપ્યો અને દાવો કર્યો કે, કેન્દ્રએ રાજ્યની વાસ્તવિક ચિંતાઓને નજરઅંદાજ કરી દીધી જ્યારે ચૂંટણી ઘોષણાપત્રમાં રાજ્ય માટે ઘણા વાયદા કર્યા હતા. મોટી વાત એ છે કે નાણા મંત્રી બજેટ ભાષણ વાંચી રહ્યા હતા, ત્યારે જ BJDના બધા 9 સાંસદ સદનમાંથી વોકઆઉટ કરી ગયા હતા.

BJDના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય પ્રસન્ના આચાર્યએ આરોપ લગાવ્યો કે, કેન્દ્રએ આંધ્ર પ્રદેશની પોલાવરમ સિંચાઇ પરિયોજના પૂરી કરવાની જાહેરાત કરીને ઓરિસ્સાની યોગ્ય ચિંતાઓને નજરઅંદાજ કરી છે. શંકા છે કે પોલાવરમ સિંચાઇ પરિયોજના પૂરી થવાથી ઓરિસ્સાના આદિવાસી બહુધા મલ્કાનગિરી જિલ્લામાં એક મોટો ભૂભાગ જળમગ્ન થઇ જશે. આચાર્યએ તેલુગુ દેશમ પાર્ટી (TDP)નો સંદર્ભ આપતા કહ્યું કે, નિર્ણય ભેદભાવપૂર્ણ છે. એ દેખાડે છે કે સરકાર ભાજપના સહયોગી દ્વારા શાસિત આંધ્ર પ્રદેશના પક્ષમાં નિર્ણય લઇ રહી છે કેમ કે ભાજપ સરકાર તેના સભ્યોના સમર્થનથી ટકી છે.

શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ મોદી સરકારના બજેટ પર કટાક્ષ કરતા કહ્યું કે, એમ પહેલી વખત થયું છે કે દેશના કલ્યાણ માટે નહીં, પરંતુ સરકાર બચાવવા માટે બજેટ બનાવવામાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષમાં બજેટમાંથી સામાન્ય વ્યક્તિ, ખેડૂત, વિદ્યાર્થીઓને શું મળ્યું? પહેલા માત્ર એક રાજ્ય ગુજરાત માટે બજેટ બનતું હતું, હવે તેમાં 2 વધુ રાજ્ય જોડાઇ ગયા છે. મેં પહેલી વખત જોયું કે દેશના કલ્યાણ માટે નહીં, પરંતુ સરકાર બચાવવા માટે બજેટ બનાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે બજેટમાં મોદી સરકારને સમર્થન આપી રહેલી 2 પાર્ટીઓ TDP અને JDUને ખુશ કરવા માટે તેમના શાસિત રાજ્યો માટે હજારો કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતાવાળી પાર્ટી JDUના 12 સાંસદો અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની TDPના 16 સાંસદોના સમર્થનથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ત્રીજી વખત સરકાર બની શકી છે અને તેના સમર્થનથી જ ટકી છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે નવીન પટનાયક હવે વિપક્ષી ગઠબંધનના આ અભિયાનમાં સામેલ થઇ શકે છે, જેના માધ્યમથી વિપક્ષી દળ મોદી સરકાર પર પ્રહાર કરવાનું છે. મોટી વાત એ છે કે નવીન પટનાયક છેલ્લા 10 વર્ષ સુધી રાજ્યસભામાં દરેક બિલને પાસ કરાવવામાં મોદી સરકરના તારણહાર બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp