MVAમાં ક્રોસ વોટિંગનો ફાયદો મહાયુતિને થયો, MH MLC ચૂંટણીમાં આ રીતે થયો ખેલ
હાલમાં જ સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીમાં ભલે મહાવિકાસ અઘાડીએ સારું પ્રદર્શન કરીને ભાજપ નીત NDAને પરેશાનીમાં નાખી દીધું હતું, પરંતુ શુક્રવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં થયેલી MLC ચૂંટણીમાં NDAએ જોરદાર જીત હાંસલ કરી છે. મહારાષ્ટ્રમાં NDAના મહાયુતિ ગઠબંધનને 11માંથી 9 સીટો પર જીત મળી છે, તો INDIA ગઠબંધનના 3 ઉમેદવારોમાંથી માત્ર 2 જ જીતી શક્યા છે. એ સિવાય એવા પણ સમાચાર છે કે કોંગ્રેસના 7-8 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે.
11 સીટો પર થયેલા વોટિંગ બાદ જ્યારે મતગણતરી થઇ તો સામે આવ્યું કે, ભાજપને 5, શિવસેના શિંદે ગ્રુપ અને NCP અજીત પવાર ગ્રુપને 2-2 સીટો પર જીત મળી છે. તો INDIA ગઠબંધનથી શિવસેના UBT અને કોંગ્રેસે 1-1 સીટ જીતી છે. શરદ પવારના સમર્થનમાં ઊભા જયંત પાટીલ ચૂંટણી હારી ગયા. વિધાન પરિષદ ચૂંટણીમાં જીત માટે એક ઉમેદવારને 23 ધારાસભ્યોના વોટ જોઇતા હોય છે. તેમાં ભાજપના 103, શિવસેના (શિંદે ગ્રુપ)ના 38, NCP (અજીત ગ્રુપ) 42, કોંગ્રેસના 37, શિવસેના (UBT)ના 15 અને NCP (SP)ના 10 ધારાસભ્ય છે.
આ પ્રકારે મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીના પરિણામ જ્યારે સામે આવ્યા તો 11 સીટોમાંથી 9 ઉમેદવારોની જીત બાદ NDAના નેતૃત્વવાળા મહાયુતિ ગઠબંધને એક વખત તો માહોલ તો પોતાના પક્ષમાં કરી લીધો છે. બીજી તરફ MVAને 3 સીટોમાંથી 1 સીટ ગુમાવવી પડી છે. ભાજપના પંકજ મુંડે સહિત મહાયુતિના બધા 9 ઉમેદવારોને જીત મળી છે. કોંગ્રેસથી પ્રજ્ઞા સાતવ પણ જીત થઇ છે.
બીજી તરફ UBT સેના લીડ હાંસલ કરવામાં સફળ રહી અને શરદ પવાર સમર્થિત ઉમેદવારની હાર થઇ. અંતિમ સીટ માટે બીજા ચરણમાં ઉદ્ધવ ઠાકરે ગ્રુપના મિલિન્દ નાર્વેકર અને શરદ પવાર ગ્રુપથી સમર્થિત પીપલ્સ વોકર્સ એન્ડ પીજેન્ટ્સ પાર્ટીના જયંત પાટિલ વચ્ચે ટક્કર થઇ. આ ટકરાવમાં મિલિન્દ નાર્વેકરે જયંત પાટીલને હરાવીને જીત હાંસલ કરી. આ 11 વિધાનપરિષદ સીટો માટે 12 ઉમેદવાર મેદાનમાં હતા.
શું છે વોટોનું ગણિત?
સવાલ છે કે શું કોંગ્રેસના વોટ વહેંચાઇ ગયા? અત્યાર સુધી સામે આવેલા વૉટના આંકડા જોઇને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના 7 વોટ વહેચાઇ ગયા છે. હવે વોટિંગના ગણિત પર નજર નાખીએ તો તસવીર કંઇક એવી બેસે છે કે કોંગ્રેસના કુલ 37 ધારાસભ્ય છે. તેમાંથી 25 ધારાસભ્યોએ પોતાના પ્રથમ પસંદગીના વોટ પ્રજ્ઞા સાતવને આપ્યા એટલે કે કોંગ્રેસના 12 પ્રથમ પસંદગીના વોટ વધારે બચ્યા હતા. બીજી તરફ મિલિન્દ નાર્વેકરને 22 વોટ મળ્યા. તેમાં ઠાકરે ગ્રુપ પાસે 15 વોટ છે. જો કોંગ્રેસ બાકી 7 જોડી પણ લે તો પણ 5 વૉટનો સવાલ રહસ્ય બન્યો છે. જયંત પાટીલને 12 વોટ મળ્યા. આ 12 વોટ શરદ પવાર ગ્રુપના છે.
8 ઉમેદવારોએ પ્રથમ પસંદગીના વોટ મેળવીને જીત હાંસલ કરી. બાકી ઉમેદવારોને વૉટોની બીજી પસંદ પર નિર્ભર રહેવું પડશે. જીત માટે ઓછામાં ઓછા 23 પ્રથમ પસંદગીના વૉટની જરૂરિયાત હતી. જે ઉમેદવારોને બરાબર કે વધુ વોટ મળે છે તેમને વિજેતા જાહેર કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp