'આ શબ્દ હટાવવા માટે BJP કરશે સંવિધાનમાં સંશોધન', ભાજપના સાંસદનું નિવેદન

PC: newsclick.in

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ અનંત કુમાર હેગડેએ રવિવારે કહ્યું કે, પ્રસ્તાવનાથી 'ધર્મનિરપેક્ષ' શબ્દ હટાવવા માટે ભાજપ સંવિધાનમાં સંશોધન કરશે. તેમણે લોકોને લોકસભામાં ભાજપને બે તૃતીયાંશ બહુમત આપવાનું આહ્વાન કર્યું, જેથી દેશના સંવિધાનમાં સંશોધન કરી શકાય. અનંત કુમાર હેગડેએ 6 વર્ષ અગાઉ પણ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપને સંવિધાનમાં સંશોધન કરવા માટે અને કોંગ્રેસ દ્વારા તેમાં જોડવામાં આવેલી અનાવશ્યક વસ્તુઓને હટાવવા માટે સંસદના બંને સદનોમાં બે તૃતીયાંશ બહુમતની જરૂરિયાત હશે.

અનંત કુમાર હેગડેએ કરવારમાં એક સભાને સંબોધિત કરતા કહ્યું કે, ભાજપે તેના માટે 20 કરતા વધુ રાજ્યોમાં સત્તામાં આવવું પડશે. કર્ણાટકથી 6 વખતના લોકસભાના સભ્ય અનંત હેગડેએ કહ્યું કે, જો સંવિધાનમાં સંશોધન કરવું હોય, કોંગ્રેસે સંવિધાનમાં અનાવશ્યક વસ્તુઓને બળજબરીપૂર્વક ભરીને, વિશેષ રૂપે એવા કાયદા લાવીને, જેનું ઉદ્દેશે હિન્દુ સમાજને દબાવવાનું હતું. સંવિધાનને મૂળ રૂપે વિકૃત કરી દીધું છે. જો એ બધુ બદલવું હોય, તો તે આ (વર્તમાન) બહુમત સાથે સંભવ નથી.

તેમણે કહ્યું કે, જો આપણે વિચારીએ છીએ કે એ કરી શકાય છે, કેમ કે લોકસભામાં કોંગ્રેસ નથી અને (વડાપ્રધાન નરેન્દ્ર) મોદી પાસે લોકસભામાં બે તૃતીયાંશ બહુમત છે અને ચૂપ રહ્યા, તો એ સંભવ નથી. સંવિધાનમાં બદલાવ માટે લોકસભા, રાજ્યસભામાં બે તૃતીયાંશ બહુમત સાથે સાથે બે તૃતીયાંશ રાજ્યોમાં પણ જીત હાંસલ કરવી જરૂરી છે. મોદીએ કહ્યું છે કે અબકી બાર 400 પાર. 400 પાર કેમ? લોકસભામાં આપણી પાસે બે તૃતીયાંશ બહુમત છે, પરંતુ રાજ્યસભામાં આપણી પાસે બે તૃતીયાંશ બહુમત નથી.

આપણી પાસે ઘણું ઓછું છે. રાજ્ય સરકારોમાં આપણી પાસે જરૂરી બહુમત નથી. આગામી લોકસભાની ચૂંટણીમાં NDAને 400 સીટ મળવાથી આ પ્રકારે વહુમત રાજ્યસભામાં પણ હાંસલ કરવામાં મદદ મળશે. કર્ણાટકમાં હાલમાં જ સંપન્ન થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં 3 સીટો પર કોંગ્રેસ અને એક પર ભાજપની જીત તરફ ઈશારો કરતા અનંત હેગાડેએ કહ્યું કે, જો કોંગ્રેસની સંખ્યા વધે છે તો ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલું કોઈ પણ સંવિધાન સંશોધન રાજ્યસભામાં પાસ નહીં થઈ શકે.

અનંત હેગડેએ કહ્યું કે, નાગરિકતા સંશોધન અધિનિયમનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, એ લોકસભામાં પાસ થઈ ગયો, પરંતુ ત્યારબાદ રાજ્યસભામાં ખૂબ પ્રયાસોથી પાસ થયો. પરંતુ ઘણી રાજ્ય સરકારોએ તેને મંજૂર ન કર્યો અને તેને લાગૂ ન કરી શકાયો. હવે સરકારની યોજના CAAને એક સંશોધન માધ્યમથી લાગૂ કરવાનો છે. જો ન થયું તો કાયદા વ્યવસ્થા નિયંત્રણથી બહાર થઈ જશે અને રાષ્ટ્ર વિરોધીઓને ખુલ્લી છૂટ મળી જશે. હેગડેએ રાષ્ટ્ર વિરોધીઓના સંદર્ભમાં સ્પષ્ટ રૂપે કોઈ નામ ન લીધું.

તેમણે કહ્યું કે, જો આપણે 400થી વધુ લોકસભા સીટો જીતીએ છીએ તો આપણે વિધાનસભા સીટ પણ જીતી શકીએ છીએ. તેનાથી 20 કરતા વધુ રાજ્ય આપણી પાસે આવી જશે અને રાજ્ય સરકારોમાં પણ આપણી પાસે બે તૃતીયાંશ બહુમત થશે. લોકસભા, રાજ્ય સભા અને રાજ્ય સરકારોમાં બે તૃતીયાંશ બહુમત જો એક વખત થઈ જાય, તો પછી જુઓ એ કેવી રીતે થશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં તત્કાલીન કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી હેગડેએ સંવિધાનમાં બદલાવની વાત કરીને વિવાદ ઊભો કરી દીધો હતો.

તો હેગડેના આ નિવેદન પર ભાજપે કિનારો કર્યો છે. કર્ણાટક ભાજપે સોશિયલ મીડિયા પર લખ્યું કે, સંવિધાન પર સાંસદ અનંત કુમાર હેગડેની ટિપ્પણી તેમના અંગત વિચાર છે અને પાર્ટીના વિચારને પ્રતિબિંબિત કરતી નથી. ભાજપ દેશના સંવિધાનને બનાવી રાખવા માટે અમારી અતૂટ પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે અને હેગડે પાસે તેમની ટિપ્પણીઓના સંબંધમાં સ્પષ્ટીકરણ માગવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp