રાહુલ ગાંધી પાસેથી છીનવાઇ જશે નેતા પ્રતિપક્ષની ખુરશી? BJPનો દાવો- INDIA ગઠબંધન..
ભારતીય જનતા પાર્ટી (BJP)એ શુક્રવારે દાવો કરતા કહ્યું કે, વિપક્ષી ગઠબંધન INDIAના ઘટક દળ લોકસભામાં નેતા પ્રતિપક્ષની ભૂમિકામાં બદલાવ કરવા પર વિચાર કરી રહ્યા છે. ભાજપનું કહેવું છે કે જો INDIA ગઠબંધનને લાગે છે કે રાહુલ ગાંધી સારું પ્રદર્શન કરી રહ્યા નથી તો તેમણે આ બદલાવ કરવો જોઇએ. નવી દિલ્હી લોકસભા ક્ષેત્રથી ભાજપના સાંસદ બાસુરી સ્વરાજે કહ્યું હતું કે, વિપક્ષી દળોની અંદર ઘણા સક્ષમ નેતા છે જે વિપક્ષના નેતા (LOP)ની ભૂમિકા નિભાવી શકે છે.
જો કે, તેમણે એ સ્પષ્ટ કર્યું હતું કે આ નિર્ણય તો તેમણે જ લેવાનો છે કેમ કે INDIA ગઠબંધનનો આંતરિક મામલો છે. ભાજપના આ દાવા બાબતે વિપક્ષી દળો તરફથી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ વિશેષજ્ઞોએ કહ્યું હતું કે ઓછામાં ઓછા 10 ટકા સીટોવાળા સૌથી મોટા વિપક્ષી દળના સાંસદે જ નેતા પ્રતિપક્ષ તરીકે નિમણૂક કરી શકાય છે કેમ કે કોંગ્રેસ સદનમાં સૌથી મોટી વિપક્ષી પાર્ટી છે. ભાજપ સાંસદની આ ટિપ્પણી એ સમયે આવી છે, જ્યારે તેમને લોકસભામાં નેતા પ્રતિપક્ષ પદને રોટેશનલ બનાવવાની સંભાવના બાબતે પૂછવામાં આવ્યું હતું.
પાર્ટી હેડ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત કરવા દરમિયાન બાંસુરી સ્વરાજે કહ્યું હતું કે, હા! મેં પણ સાંભળ્યું છે કે પ્રતિપક્ષના પદને રોટેશનલ બનાવવાની વાત ચાલી રહી છે, પરંતુ હું એમ કહીશ કે એ વિપક્ષનો આંતરિક મામલો છે. સૂચન આપતા બાંસુરી સ્વરાજે કહ્યું કે INDIA ગઠબંધનને પ્રતિપક્ષની ભૂમિકા બાબતે પોતાના વિકલ્પો પર વિચાર કરવો જોઇએ. વિપક્ષી દળોમાં નિશ્ચિત રૂપે ઘણા નેતા છે જે નેતા પ્રતિપક્ષની જવાબદારી પૂરી કરવામાં ખૂબ સક્ષમ છે. જો ગઠબંધનને લાગે છે કે રાહુલ ગાંધી પોતાની જવાબદારી પૂરી લગનથી નિભાવી રહ્યા નથી તો તેમણે એવો નિર્ણય લેવો જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp