10 વર્ષ સુધી મિયાં વૉટોની જરૂરિયાત નથી..’ CM હિમંત બિસ્વા સરમાએ કેમ કહી આ વાત?

PC: mid-day.com

આસામના મુખ્યમંત્રી હિમંત હિસવા સરમાએ રવિવારે કહ્યું કે, ભાજપને આગામી 10 વર્ષ સુધી ‘ચાર’ (નદીના રેતાળ) વિસ્તારોમાં મિયાં લોકોના વૉટોની જરૂરિયાત નથી, જ્યાં સુધી તેઓ બાળલગ્ન જેવી પ્રથાઓને છોડીને પોતાનામાં સુધાર કરી લેતા નથી. જો કે, સરમાએ કહ્યું કે, મિયાં લોકો તેમનું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી (BJP)નું સમર્થન કરે છે અને તેઓ તેમને વોટ આપ્યા વિના ભગવા બ્રિગેડના પક્ષમાં નારા લગાવવાની ચાલુ રાખી શકે છે.

એક સવાલના જવાબમાં તેમણે પત્રકારોને કહ્યું કે, ભાજપ લોક કલ્યાણ કરશે અને તેઓ અમારું સમર્થન કરશે, પરંતુ તેમણે અમને વોટ આપવાની જરૂરિયાત નથી. અમારું સમર્થન કરવામાં કોઈ ખરાબી નથી. તેમને હિમંત બિસ્વા સરમા, નરેન્દ્ર મોદી અને ભાજપ માટે જિંદાબાદના નારા લગાવવા દો. ઉલ્લેખનીય છે કે, મિયાં શબ્દ બંગાળી ભાષી મુસ્લિમો માટે ઉપયોગ કરવામાં આવતો શબ્દ છે. હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે જ્યારે ચૂંટણી આવશે, તો હું પોતે તેમને અનુરોધ કરીશ કે તેઓ અમને વોટ ન આપે. જ્યારે તમે પોતે પરિવાર નિયોજનનું પાલન કરશો, બાળલગ્ન રોકશે અને કટ્ટરવાદ છોડી દેશે ત્યારે તમે અમને વોટ આપજો.

તેને પૂરા કરવામાં 10 વર્ષ લાગશે. તેમણે આગળ કહ્યું કે, અમે અત્યારે નહીં, 10 વર્ષ બાદ વૉટ માગીશું. તેમના અને ભાજપના પક્ષમાં મતદાન કરનારે 2 કે 3 કરતા વધુ બાળકો પેદા ન કરવા જોઈએ. પોતાની દીકરીઓને શાળાએ મોકલવી જોઈએ, બાળલગ્ન ન કરાવવા જોઈએ અને કટ્ટરવાદ છોડીને સૂફીવાદ અપનાવવો જોઈએ. સરમાએ પત્રકારોને કહ્યું કે, જ્યારે આ શરતો પૂરી થઈ જશે તો હું તમારી સાથે વૉટ માગવા ‘ચાર’ આવીશ. જ્યારે તેમને બતાવવામાં આવ્યું કે, ઘણા ‘ચાર’ જ્યાં મુખ્ય રૂપે બંગાળી ભાષી મુસ્લિમ રહે છે, ત્યાં ઉચિત શાળા નથી.

તેના પર તેમણે કહ્યું કે, જો તેમને એવા ક્ષેત્રમાં શાળાની ગેરહાજરી બાબતે સૂચિત કરવામાં આવશે તો તરત જ શાળા બનાવવામાં આવશે. એવું નહીં થઈ શકે કે લઘુમતી બાળકોને ભણવાનો અવસર નહીં મળે. અમે આગામી દિવસોમાં લઘુમતી ક્ષેત્રોમાં 7 કૉલેજ ખોલીશુ. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ રવિવારે એક વનસ્પતિ ઉદ્યાનનું ઉદ્વઘાટન કર્યું હતું, જે એ ભૂમિ પર બનાવવામાં આવ્યું છે, જ્યાં એક સમયે ગુવાહાટી સેન્ટ્રલ જેલ રહેતી હતી. 2.58 એકર જળ સંસ્થાઓ સહિત 36 વીઘા (લગભગ 12 એકર)ના ક્ષેત્રોમાં ફેલાયેલું વનસ્પતિ ઉદ્યાન 59 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp