ભાજપની ફટકાર બાદ કંગનાએ કહ્યું- ભવિષ્યમાં મારા શબ્દો પ્રત્યે સાવધ રહીશ

PC: bjp.org

હિમાચલની મંડી લોકસભા સીટથી BJP સાંસદ કંગના રણૌતે તાજેતરમાં ખેડૂતો પર આપેલા નિવેદનથી વિવાદ થઈ ગયો છે. ભાજપે પણ કંગનાના આ નિવેદનનું સમર્થન નથી કર્યું, કંગનાએ આ વિશે કહ્યું હતું કે પાર્ટી નેતૃત્વએ ખેડૂતોના આંદોલન અંગે તાજેતરમાં આપેલા નિવેદન માટે તેમને ઠપકો આપ્યો છે. એક ઈન્ટરવ્યુમાં કંગના રણૌતે કહ્યું હતું કે તે ભવિષ્યમાં તેના શબ્દો પસંદ કરવામાં વધુ સાવચેત રહેશે.

ઉલ્લેખનીય છે કે કંગના રણૌતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો અમારી ટોચની નેતાગીરી મજબૂત ન રહી હોત તો ખેડૂતોના આંદોલન દરમિયાન પંજાબ બાંગ્લાદેશમાં ફેરવાઈ ગયું હોત. પ્રદર્શનના નામે હિંસા ફેલાવવામાં આવી હતી. ત્યાં બળાત્કાર થઈ રહ્યા હતા, લોકોને મારીને ફાંસી આપવામાં આવી રહી હતી. કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને પાછો ખેંચવાના નિર્ણયને યોગ્ય ઠેરવતા કંગનાએ કહ્યું કે જ્યારે બિલ પાછું ખેંચવામાં આવ્યું ત્યારે તમામ બદમાશો ચોંકી ગયા હતા. કારણ કે તેમનું આયોજન તો ઘણું લાંબુ હતું.

બોલિવુડ અભિનેત્રી અને હિમાચલના મંડીથી ભાજપના સાંસદ કંગના રનૌતના એક નિવેદને ભાજપની ઉંઘ હરામ કરી નાંખી છે.કંગના પંજાબના ખેડુતો પરના નિવેદનને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.

બેખૌફ નિવેદનો આપવા માટે જાણીતી કંગના રનૌતે સોમવારે એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અમારું ટોચનું નેતૃત્વ મજબુત નહીં રહેતો તો ખેડુત આંદોલન વખતે પંજાબના બાંગ્લાદેશ બનાવી દેવામાં આવતે, પ્રદર્શનના નામે હિંસા ફેલાવવામાં આવી, દુષ્કર્મની ઘટનાઓ બની અને લોકોને મારીને લટકાવી દેવાયા.

આ નિવેદનના સોશિયલ મીડિયા પર એવા ઘેરા પ્રત્યઘાત પડ્યા કે ભાજપે નિવેદન આપવું પડ્યું કે આ કંગના રનૌતનું વ્યકિતગત નિવેદન છે, પાર્ટીનો કોઇ લેવા દેવા નથી. ખેડુતો વિશે બોલવું એ કંગનાનો વિષય પણ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp