પૂરીના જગન્નાથ મંદિરના 5 વર્ષથી બંધ દરવાજા ભાજપે ખોલી નાંખ્યા
ઓડિશામાં ભાજપ સરકારના મુખ્યમંત્રી તરીકે મોહન ચરણ માંઝીએ 12 જૂને શપથ લીધા તેના બીજા જ દિવસે એટલે કે 13 જૂને ભગવાન જગન્નાથ મંદિરના 5 વર્ષથી બંધ 3 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે. આ બંધ દરવાજાઓમાં સોના-ચાંદી ડાયમંડનો ખજાનો છુપાયો હોવાનું માનવામાં આવે છે.
ભગવાન જગન્નાથ મંદિરમા કુલ 4 દરાવાજા છે, જેમાંથી એક દરવાજો ભક્તો માટે ખુલ્લો હતો જ્યારે 3 દરવાજા 5 વર્ષથી બંધ હતા. જે ભાજપે ગુરુવારે ખોલી નાંખ્યા છે.
જગન્નાથ મંદિરમાં 4 દરવાજમાં એક સિંહ દ્રાર, વ્યાઘ દ્રાર, હસ્તિ દ્રાર અને અશ્વ દ્રાર છે, જેમાંથી સિંહ દ્રાર શ્રધ્ધાળુઓ માટે ખુલ્લો હતો.
એવું માનવમાં આવે છે કે 12મી સદીમાં બનેલા આ મંદિરમાં અનેક રાજાઓનો ખજાનો છે અને ભગવાન કૃષ્ણ, તેમના ભાઇ બળદેવ અને બહેન સુભદ્રાના પણ ઝવેરાત હોવાનું કહેવાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp