અધિકારીઓએ ન સાંભળી ફરિયાદ તો માઇક લઈને ઝાડ પર ચઢી ગયા BJP નેતા, જાણો પછી શું થયુ

PC: newstracklive.com

ઉત્તર પ્રદેશના કુશીનગરથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં તાલુકા પ્રશાસન વિરુદ્ધ એક વ્યક્તિ ઝાડ પર ચઢી ગયા. તેએ પોતાની બહેનોનું જાતિ પ્રમાણપત્ર ન બનવાથી નારાજ હતા. તાલુકા અધિકારીઓ પર આરોપ લગાવતા વ્યક્તિ ઝાડ પર ચઢીને માઈકથી જોર જોરથી બૂમ પાડવા લાગ્યા. જેમને સાંભળીને લોકોની ભીડ ભેગી થઈ ગઈ. પહેલા તો તેઓ ઉતરવા તૈયાર નહોતા, પરંતુ ખૂબ સમજાવ્યા બાદ તેઓ નીચે ઉતર્યા. એ વ્યક્તિ ભાજપ યુવા મોરચાના પૂર્વ જિલ્લા ઉપાધ્યાક્ષ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સમગ્ર ઘટના કુશીનગર જિલ્લાના કસયા તાલુકાની છે. જ્યાં ગત દિવસોમાં સમાધાન દિવસના અવસર પર એક ફરિયાદી માઇક લઈને ઝાડ પર ચઢી ગયા. ઝાડ પર ચઢ્યા બાદ તેઓ બૂમો પાડવા લાગ્યા. ફરિયાદી ઝાડ પર ચઢવાની સૂચના મળતા જ તાલુકાના પ્રશાસનિક અધિકારીઓના હાથ-પગ ફૂલી ગયા. તાત્કાલિક પોલીસ બોલાવીને તેમને ઉતારવાનો પ્રયાસ કરવા લાગ્યા. જ્યારે ઇન્સ્પેક્ટરના પ્રયાસ પર પણ ફરિયાદી ઝાડ પરથી ન ઉતર્યા તો ત્યારબાદ નાયબ મામલતદારે ઘટનાસ્થળ પર પહોંચીને તેમની માગ સાંભળી.

મીડિયા રિપોર્ટ મુજબ, ફરિયાદીનું નામ પ્રિયેશ ગૌડ છે. તેઓ સ્થાનિક ભાજપનો નેતા છે. પ્રિયેશે આરોપ લગાવ્યો કે તાલુકાના કર્મચારી તેની બે બહેનોના પ્રમાણપત્ર બનાવી રહ્યા નથી. તેમને આમથી-તેમ ચક્કર લગાવડાવવામાં આવી રહ્યા છે. પરેશાન કરવામાં આવી રહ્યા છે. પ્રિયેશે પોતાની બહેનોના જાતિ પ્રમાણપત્ર બનાવવા માટે અરજી કરી હતી, પરંતુ તાલુકા પ્રશાસને જાતિ પ્રમાણપત્રની અરજીને રદ્દ કરી દીધી. તેઓ ઘણા દિવસોથી તાલુકા પ્રશાસન વિરુદ્ધ ધરણાં કરી રહ્યા હતા, પરંતુ ગત દિવસોમાં ધીરજ ખૂટી ગઈ તો ઝાડ પર ચઢીને પોતાની વાત રાખી.

તાલુકા પ્રશાસન મુજબ, પ્રિયેશ ગૌડની બહેનોના જાતિ પ્રમાણપત્ર જાહેર થઈ ચૂક્યા છે. ઉપ જિલ્લાધિકારીએ પ્રિયેશના આરોપોનું ખંડન કર્યું છે. જો કે, આ બધા વચ્ચે તાલુકામાં કલાક સુધી ડ્રામા ચાલતા રહ્યા. પોલીસની સૂઝ બૂઝથી પ્રિયેશને ઝાડ પરથી ઉતારવામાં આવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે આ અગાઉ પણ ભાજપનો પૂર્વ નેતા પ્રિયેશ ગૌડ જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ સામે જાતિ પ્રમાણપત્રને લઈને ધરણા પર બેઠા હતા. ઘણા દિવસો સુધી બેસ્યા બાદ અધિકારીઓએ તેમની વાતોને માનતા તેમના ધરણા સમાપ્ત કરાવ્યા હતા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp