મહિલા મિત્રને મળવા આવેલા ભાજપના નેતા, દરવાજા પર કોઇ આવ્યું તો બાલકનીથી કૂદી ગયા

PC: jagran.com

કોરોના વાયરસ સંક્રમણ અને દેશવ્યાપી લોકડાઉનના કારણે તમામ ગતિવિધિઓ બંધ છે. પરંતુ આ દરમિયાન પણ ઘણા ચોંકાવનારા મામલા સામે આવી રહ્યા છે. એક એવો જ મામલો ચંદીગઢમાં સામે આવ્યો છે. અહીંના સેક્ટર 63માં હરિયાણાના BJP નેતા ચંદ્રપ્રકાશ કથૂરિયા એક ઈમારતના બીજા માળેથી નીચે પડી જતા તેમને પગમાં ફ્રેક્ચર થયું હતું અને તેઓ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. BJP નેતા અહીં બીજા માળે સ્થિત એક ફ્લેટમાં પોતાની મહિલા મિત્રને મળવા આવ્યા હતા અને આ દરમિયાન આ ઘટના બની હતી. જાણકારી અનુસાર, તેમને પહેલા પીજીઆઈ અને પછી મોડી રાત્રે ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જાણકારી અનુસાર, સેક્ટર 63 સ્થિત ફ્લેટમાં રહેતી પોતાની મહિલા મિત્રને મળવા આવેલા કથૂરિયા બીજા માળેથી નીચે પડી ગયા. સૂચના મળતા જ પીસીઆરએ તરત જ તેમને પીજીઆઈમાં દાખલ કરાવ્યા. વાયરલ ફોટો અને વીડિયોમાં ચંદ્રપ્રકાશ કથૂરિયાના પગમાં ઈજા થયેલી દેખાઈ રહી છે. પીજીઆઈમાં BJP નેતાના પગમાં ફ્રેક્ચર થયું હોવાનું જણાવાયું હતું. જોકે, બાદમાં તેમને ફોર્ટિસમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા.

પોલીસના ઉચ્ચ અધિકારી સહિત પોલીસ સ્ટેશન અધિકારીએ તેમને અનફિટ ગણાવીને નિવેદન લેતા પહેલા કોઈપણ જાણકારી આપવાથી બચતા રહ્યા હતા. પોલીસ વિભાગ તરફથી ઘટનાક્રમને લઈને મોડી સાંજે ફરીવાર પ્રેસનોટ જાહેર કરવામાં આવી. જે અનુસાર, સેક્ટર 63ના ફ્લેટ 2214માંથી પડી ગયેલા ચંદ્રપ્રકાશ મહિલા મિત્રને મળવા માટે ગયા હતા, ત્યારે કોઈકે ઘરનો બેલ વગાડ્યો. ત્યારબાદ ચંદ્રપ્રકાશ ફ્લેટની બાલકનીમાંથી કપડાંનો રોલ બનાવીને ઉતરવાનો પ્રયત્ન કરવા માંડ્યા. દરમિયાન બીજા માળેથી નીચે પડી જતા તેમને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. પીસીઆરએ તેમને તરત જ પીજીઆઈમાં દાખલ કરાવ્યા.

પોલીસના જણાવ્યા અનુસાર, હાલ ચંદ્રપ્રકાશ સ્ટેટમેન્ટ આપવાની સ્થિતિમાં નથી. પોલીસ પ્રવક્તા ડીએસપી ચરણજીત સિંહ વિર્કના જણાવ્યા અનુસાર, પોલીસ કંટ્રોલ રૂમ પર શુક્રવારની સાંજે બીજા માળેથી એક વ્યક્તિ પડી ગઈ હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ પીસીઆરએ તેમને પીજીઆઈમાં દાખલ કરાવ્યા. પંચકૂલા નિવાસી ચંદ્રપ્રકાશ કથૂરિયા BJP સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

એક એવી પણ વાત સામે આવી રહી છે કે તેઓ મળવા ગયા હતા તે દરમિયાન કોઇએ ફ્લેટમાં ડોર બેલ વગાડ્યો હતો અને ચંદ્રપ્રકાશ ફ્લેટની બાલકનીમાંથી ચાદરનું દોરડું બનાવીને ઉતરવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે તેઓ પટકાયા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp