જો ભાજપ કેરળમાં સત્તા પર આવશે તો પેટ્રોલના ભાવ રૂ.60 કરશે: BJP નેતાનો દાવો

PC: indiatoday.com

કેરળ ભાજપના નેતા કુમ્માનમ રાજશેખરને દાવા સાથે કહ્યું છે કે, જો ભાજપ કેરળમાં સત્તા પર આવશે તો પેટ્રોલ-ડીઝલને GSTના દાયરા હેઠળ લાવશે. જેનાથી બંનેના ભાવ ગગડશે. પેટ્રોલ રૂ. 60માં મળી રહેશે. તેમણે ઉમેર્યું કે, જો કેરળમાં ભાજપ સરકાર બનશે તો GSTના દાયરામાં પેટ્રોલ ડીઝલ લાવીશું. કોચીમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં તેમણે આ વાત કહી હતી.

કેરળમાં પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે, હાલ રાજ્યમાં ડાબેરી સરકાર (લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ) છે. તો શા માટે એ સરકાર પેટ્રોલ ડીઝલને GSTના દાયરા હેઠળ લાવતી નથી? આ પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું કે, આ એક રાષ્ટ્રીય મુદ્દો છે. કેન્દ્ર સરકાર આ અંગે સ્પષ્ટતા કરી શકે, વધી સરળતાથી સમજાવી શકે. બીજા ધણા પાસાઓ છે જે આ વિષય સાથે જોડાયેલા છે. કેરળના મંત્રી થોમસ ઈસાકને પ્રશ્ન પૂછતા કહ્યું હતું કે, કોઈ પણ પાસા પરથી ઈંધણ પર GST લાગુ કરી શકાય એમ નથી. વૈશ્વિક સ્તરે થતી પ્રવૃતિઓને કારણે ફુગાવાના દરમાં વધ-ઘટ થાય છે. એમાં એવું કહેવામાં શું વાંધો છે કે, GST ઉમેરાઈને ભાવ સામે આવી રહ્યા છે? અમે સત્તા પર આવીશું એટલે આ બંનેને GSTના દાયરા અંતર્ગત લાવીશું. બંને વસ્તુ GST લાગતી વસ્તુઓની યાદીમાં ઉમેરાશે. જેના કારણે પેટ્રોલની કિંમત આશરે રૂ.60 થઈ જશે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યમાં પેટ્રોલનો ભાવ રૂ.100 સુધી પહોંચી ગયો છે. જેની પાછળ ક્રુડ ઉત્પાદનો પર લાગતો ભારે VAT (વેટ) જવાબદાર છે.

 

પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવને લઈને કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષે પણ મોદી સરકાર પર ચાબખા માર્યા છે. કોંગ્રેસે તો ત્યાં સુધી કહ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવા માટે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવો જોઈએ. જેથી સામાન્ય પ્રજાને પડતી આર્થિક પીડામાં ઘટાડો કરી શકાય. આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી આવતા ક્રુડ ઓઈલ પર ટેક્સ વધવાને કારણે દેશમાં ક્રુડ ઓઈલ દિવસે દિવસે મોંઘુ બની રહ્યું છે. મોદી સરકારે ગત વર્ષે એપ્રિલ/મે મહિનામાં દાયકાના સૌથી નીચલા સ્તરે પહોંચેલા આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલના ભાવમાં એ ભાવથી થતા આર્થિક લાભને ખતમ કરવા માટે ટેક્સ વધારી દીધો હતો. જોકે, વૈશ્વિક માર્કેટમાં માગમાં તેજી જોવી મળી હતી. છતા સરકારે કોઈ પ્રકારનો ટેક્સ ઓછો કર્યો ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp