BJP નેતાનો 120 કિલોનો બકરો ચોરાયો, 18 લાખની કારથી આવ્યા ચોર

PC: haribhoomi.com

છત્તીસગઢના અંબિકાપુરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાનો 120 કિલોનો બકરો ચોરી થવાની ઘટના ચર્ચામાં છે. આ ઘટનાથી અંબિકાપુર પોલીસ પરેશાન હતી અને સ્પેશિયલ ટીમ બનાવીને બકરાની શોધખોળ કરી રહી હતી. તો બકરો ચોરી કરવાની ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. ચાલાક ચોરોએ 18 લાખની વેર્ના ગાડીથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. 8 ફેબ્રુઆરીની સવારે 120 કિલોના બકરાની ચોરી કરવામાં આવી. બકરો ચોરી કરનારા 2 લોકોની પોલીસે ધરપકડ કરી છે. બકરાની ચોરીને લઈને ભાજપના નેતાઓના પ્રતિનિધિમંડળ સાથે પીડિત ભાજપ નેતા સુરેશ ગુપ્તા એડિશનલ SP પાસે પહોંચ્યા અને બકરાને જલદી શોધવા માટે આવેદન આપ્યું હતું.

અંબિકાપુરથી માત્ર 15 કિલોમીટર દૂર રઘુનાથપુર ગામ આવેલું છે. અહીથી ભાજપ નેતા સુરેશ ગુપ્તાનો 120 કિલોનો બકરો ચોરી થઈ ગયો હતો. આ બકરાને ચોરી કરવા માટે કોર 18 લાખની વેર્ના કારથી પહોંચ્યા હતા. આ આખો ઘટનાક્રમ CCTV કેમેરામાં કેદ થઈ ગયો. ભાજપ નેતાએ CCTV ફૂટેજ સાથે રઘુનાથપુર પોલીસ સ્ટેશનમાં બકરો ચોરી થવાની ફરિયાદ નોંધાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બકરો ભાજપના નેતાનો ખૂબ ખાસ હતો. ભાજપના નેતાને બકરા સાથે ખૂબ લગાવ હતો. હવે બકરો ચોરી થઈ ગયા બાદ ભાજપના નેતા સાથે તેમના પરિવારના લોકોમાં નિરાશા છે.

આ દરમિયાન સુરેશ ગુપ્તાએ કહ્યું કે, મેં 6 વર્ષ અગાઉ એક બકરો પાળ્યો હતો. વિચાર્યું હતું કે આ બકરાને ક્યારેય નહીં કાપવા દઉં. એ અમારા ઘરના સભ્યોની જેમ અમારી સાથે રહેતો હતો. 8 તારીખની સવારે મારા બકરાની ચોરી થઈ ગઈ. મેં તેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી, તો પોલીસ સ્ટેશનનું કહેવું હતું કે શું હું બકરાની ચોરી માટે બેઠો છું? આજે મેં તેની ફરિયાદ એડિશનલ SPને કરી છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે જલદી જ ચોરને પકડી લેવામાં આવશે. આ મામલે પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી અને ઘટનાસ્થળ પરથી મળેલા CCTV અને લોકેશનન આધારે ઘેરાબંધી કરીને 2 યુવકોને પકડ્યા છે.

આરોપીઓના નામ અમીર હુસેન (ઉંમર 30 વર્ષ રહે. ખુર્શીપાર ઉડિયાપારા દુર્ગ) અને બીજાએ પોતાનું નામ રાજા બતાવ્યું છે. પૂછપરછમાં બંને આરોપીઓએ જણાવ્યું કે વેર્ના કારમાં બ્રેડ ટોસ્ટ રાખીને બકરો ચોરી કરવા લઈ ગયા હતા. ચોરી કરેલા બકરાને પોતાની મટનની દુકાનમાં કાપીને 27,000 રૂપિયામાં વેચી દીધો. આરોપીઓ પાસેથી 1100 રોકડ અને કાર જપ્ત કરવામાં આવી છે. આરોપીઓની ધરપકડ કરીને ન્યાયયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. પકડાયેલા ચોર ફરી ફરીને ચોરી કરતા હતા. આરોપી હુસેન ટેવાયલો ગુનેગાર છે. પૂર્વમાં ગોંદિયા મહારાષ્ટ્રમાં ચોરીના પ્રકરણમાં ચલણ થઈ ચૂક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp