BJP નેતાઓએ DMને 700 રૂપિયા મોકલી ચિઠ્ઠીમાં લખ્યુ- 50 રૂપિયા પ્રતિ ચાના કાપી લેજો

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓએ જિલ્લા અધિકારી (DM) પર તેમને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે 24 ડિસેમ્બરના રોજ જ્યારે તેઓ ગેસ્ટ હાઉસમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા ગયા તો DMએ તેમને અપમાનિત કર્યા અને માત્ર ચા પીવાડીને મોકલી દીધા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ન મળવા દેવામાં આવ્યા. એટલે તેમણે DMને 50 રૂપિયા પ્રતિ ચાના હિસાબે 700 રૂપિયા મોકલ્યા છે. સાથે એક ચિઠ્ઠી પણ મોકલી છે, જેમા આખો મામલો બતાવવામાં આવ્યો છે.

હાલમાં સોશિયલ મીડિયા પર આ ચિઠ્ઠી ખૂબ વાયરલ થઈ રહી છે. તેમાં 12 ભાજપના નેતાઓના નામ લખેલા છે. આ નેતાઓમાં પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કાર્યકારિણી સભ્ય, પ્રદેશ સંયોજક, પૂર્વ મહાનગર અધ્યક્ષ પણ સામેલ છે. ભાજપના નેતાઓના જણાવ્યા મુજબ, ગાઝિયાબાદમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યક્રમ દરમિયાન તેમના હાથોમાં એક એક ફૂલ આપીને ગેટ પાસે જ ઊભા કરી દેવામાં આવ્યા હતા. વાર્તા સ્થળથી આગળ ન જવા દેવામાં આવ્યા. જેના કારણે તેમની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત ન થઈ શકી.

ફરિયાદ કરવા પર DMએ કહ્યું કે, તમારું (નેતાઓ) સન્માન છે, સન્માનમાં તમને ચા પીવડવામાં આવી છે. ભાજપના નેતાઓ તરફથી DM રાકેશ કુમારને લખેલી ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે 24 ડિસેમ્બર 2023ના રોજ મુખ્યમંત્રીને મળવા અને વાતચીત કરવાનો કાર્યક્રમ નક્કી હતો, પરંતુ તમારા (DM) દ્વારા બધાને એક્ઝિટ ગેટ પર વાતચીતની જગ્યાએ લાઇન કરી દેવાયા. જેના પર અમે પોતાની જાતને અપમાનિત અનુભવ્યાં અને ત્યાંથી આવતા રહ્યા. તમે ત્યારે એમ કહ્યું હતું કે, મેં તમને ચા પીવાડી છે. અંતે આ ચાના 50 રૂપિયા પ્રતિ ચાના હિસાબે 700 રૂપિયા તમને મોકલવામાં આવી રહ્યા છે.

આ અંગે DM રાકેશ કુમારે કહ્યું કે, મહાનગર એકાઈએ જે પ્રાયોજન માટે પોલીસ પાસ જાહેર કરવાની લિસ્ટ મોકલી હતી, પોલીસ એ પ્રકારના પાસ જાહેર કર્યા હતા. પ્રોક્સિમિટી પાસ જાહેર કરવામાં આવ્યા નહોતા અને ન તો મળવાની કોઈ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. મારા દ્વારા તેમને (ભાજપના નેતાઓને) પૂરું સન્માન આપવામાં આવ્યું. તેમની પાસે જે પાસ હતો તે વિદાઈન સમયે મુખ્યમંત્રી સામે ઊભા રહીને મુલાકાત કરવાનો હતો. અલગથી મળવાનો કોઈ પાસ નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp