ઉત્તર પ્રદેશ કોને કહેવાય છે?NEET વિવાદ વચ્ચે શશિ થરૂરે કરી એવી પોસ્ટ કે BJP ગરમ

PC: facebook.com/ShashiTharoor

NEET-UG પેપર લીક વચ્ચે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક એવી પોસ્ટ શેર કરી દીધી, જેનાથી વિવાદ ઊભો થઈ ગયો છે. શશિ થરૂરે એક્સ પર મજાકિયા અંદાજમાં એક સવાલ-જવાબ શેર કર્યો, જેમાં પૂછવામાં આવ્યું હતું કે ઉત્તર પ્રદેશ કોને કહેવાય છે? તેના પર જવાબ આપવામાં આવ્યો કે એ પ્રદેશ જ્યાં પરીક્ષા અગાઉ ઉત્તર ખબર પડી જાય, તેને ઉત્તર પ્રદેશ કહેવામાં આવે છે. શશિ થરૂરે આ પોસ્ટ સાથે શાનદાર લખતા પરીક્ષાપે ચર્ચાનું હેઝટેગ પણ લગાવ્યું.

કોંગ્રેસ નેતા શશિ થરૂરનીની પોસ્ટ બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઘણા નેતાઓએ પ્રહાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી જીતીન પ્રસાદે શશિ થરૂરની પોસ્ટ પર જવાબ આપતા કહ્યું કે, ‘મને પોતાના રાજ્ય અને અહીંના લોકોને આ પ્રકારની નિંદનીય ટીપ્પણીઓ સાથે સ્ટીરિયોટાઇપ કરીને નીચું દેખાડવામાં કોઈ મજાક નથી દેખાતું. ઉત્તર પ્રદેશનું એવું અપમાન નિંદનીય છે અને તેની સખત શબ્દોમાં નિંદા કરવી જોઈએ. તો ઉત્તર પ્રદેશના મંત્રી એ.કે. શર્માએ પણ તેના પર જવાબ આપ્યો અને કહ્યું કે, પોતાના નેતાઓ ચૂંટણી જીતતા જ કોંગ્રેસ નેતાએ ઉત્તર પ્રદેશનું હંમેશાંની જેમ અપમાન કરવાનું શરૂ કરી દીધું છે.

જીવનદાન આપનાર રાજ્યની જનતાનો આભાર પણ સારી રીતે ન માન્યો. મરેલી કોંગ્રેસે અને ઉલટાનું હવે આ અપમાન. શશિ થરૂરજી પાસે કંઇ વધારે આશા પણ ન રાખી શકાય, પરંતુ ઉત્તર પ્રદેશ બાબતે તેમનું આજનું વ્યંગ આખા રાજ્ય અને રાજ્યવાસીઓનું ઘોર અપમાન છે. પહેલા પણ તેમના અનેક નેતાઓને પાળી-પોસીને વડાપ્રધાન અને સરકારના મુખિયા બનાવનાર આ રાજ્ય માટે કોંગ્રેસે કંઇ ન કર્યું. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા શશિ થરૂરે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક પેપરનું કટિંગ પોસ્ટ કર્યું હતું.

તેમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સંવાદ હતો. પૂછવામાં આવેલા સવાલ પર વિદ્યાર્થીએ જે જવાબ આપ્યો, તેના પર શિક્ષકે પણ પોતાની પ્રતિક્રિયા લખી છે. શિક્ષકે વિદ્યાર્થીને 10માંથી 10 માર્ક્સ આપતા લખ્યું કે, સન્માન લાયક છો બેટા. સોશિયલ મીડિયા પર સવાલ-જવાબ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેને શશિ થરુરે પણ X અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પણ શશિ થરૂર પર પ્રહાર કર્યો.

તેમણે લખ્યું કે, ‘ભારતીયની શરમશાર કરવાની બેશરમીવાળી રાજનીતિ- આજ કોંગ્રેસની રીત છે, જેને આ સ્વ ઘોષિત વૈશ્વિક નાગરિકે સારી રીતે પ્રદર્શિત કર્યું છે. થોડા મહિના અગાઉ કોંગ્રેસના વધુ એક વૈશ્વિક નાગરિક પિત્રોડાએ ભારતીયોને આફ્રિકન, મધ્ય પૂર્વી વગેરે બતાવ્યા હતા. આ પ્રકારની ભાવના કોંગ્રેસના DNAમાં ઊંડાણથી સમાયેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp