ભાજપના આ મંત્રીએ કહ્યું- PM મોદી અને ડૉ. મનમોહન સિંહની સરખામણી કરવી શક્ય નથી
કેન્દ્રીય કમ્યુનિકેશન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ સરકારમાં કામ કરવાના પોતાના અનુભવો ન્યૂઝ ચેનલ આજ-તક સાથે શેર કર્યા હતા. તેમણે કહ્યુ હતું કે PM મોદી અને ડો. મનમોહન સિંહની સરખામણી કરવી મુશ્કેલ છે. બનેંની કામ કરવાની રીતમાં જમીન આસમાનનું અંતર છે.
એક શોમાં હાજર રહેલાં કેન્દ્રીય કમ્યુનિકેશન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે મોદી સરકાર એક રિઝલ્ટ ઓરીએંટેડ સરકાર છે. આ સરકારમાં નિર્ણય ખુબ ઝડપથી લેવામાં આવે છે. મારા અનુભવ પરથી એટલું કહી શકુ કે આ સરકાર પ્રોડક્ટિવિટી પર ધ્યાન આપે છે અને તેના માટે આખી એક સીસ્ટમ કામ કરે છે.
સિંધિયાએ કહ્યું કે એક રાજનેતા અને પ્રજા સેવક પહેલાં હુ ખાનગી ક્ષેત્રમાં બેંકર તરીકે કામ કરી ચૂક્યો છુ. એવામાં મારું એ સૌભાગ્ય કહેવાય કે મને આવી રિઝલ્ટ ઓરિએંટેડ અને પ્રોડક્ટિવિટિ ડ્રિવન સરકારમાં કામ કરવાની તક મળી. આ મારા માટે એક સોનેરી અવસર છે.
સિંધિયાએ આ ખાનગીકરણને બધાના હિતમાં હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આને કારણે એર ઇન્ડિયાનું તો ભલું થશે જ, પરંતુ પ્રજાને પણ એક સારો વિક્લપ મળશે. સાથે એવિએશન સેકટરમાં તેની નવી ભૂમિકા પણ નક્કી થશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે 30-40 વર્ષ પહેલાં માત્ર થોડા લોકો જ વિમાનમાં મુસાફરી કરી શકતા હતા, પરંતુ આજે ઉડાન યોજના હેઠળ સામાન્ય માણસ પણ હવાઇ યાત્રા કરી શકે છે. દેશમાં એરપોર્ટ નેટવર્ક નાંખવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે બિહારના દરભંગા જેવા શહેરમાં પણ એરપોર્ટ બન્યું અને લોકો અહીંથી મુસાફરી કરી શકે છે. સિંધિયાએ કહ્યુ કે પ્રાદેશિક કનેકિટવિટીથી દેશનો વિકાસ થશે.
કેન્દ્રીય મંત્રી જયોતિરાદિત્ય સિંધીયાએ હવાઇ યાત્રાના આંકડા આપતા કહ્યુ હતું કે દેશમાં દર વર્ષે 14 કરોડ લોકો મુસાફરી કરે છે. જેમાં દર વર્ષે 10 ટકા જેટલો વધારો થાય છે. રેલવેમાં વર્ષે ફર્સ્ટ એન્ડ સેકન્ડ કલાસમાં 18 કરોડ લોકો મુસાફરી કરે છે.. સિંધિયાએ કહ્યુ હતું કે આગામી દિવસોમાં લોકો રેલવે કરતા ફલાઇટમાં વધુ યાત્રા કરતા થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp