પક્ષ પલટો કરીને BJPમા આવેલા કોંગ્રેસી કોર્પોરેટરો પર ગંગાજળ-ગૌમૂત્ર છટાયું
શહેરી સરકાર કહેવાતા જયપુરના હેરિટેજ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોટી ઉથલ-પાથલ થઈ છે. મુનેશ ગૂર્જરને ભ્રષ્ટાચારના કેસમાં મેયર પદ પરથી હટાવ્યા બાદ હવે કુસુમ યાદવને કાર્યવાહક મેયરની કમાન સોંપવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસનું બોર્ડ હોવા છતા અપક્ષ અને ભાજપને સમર્થન આપનાર કુસુમ યાદવ મેયરની ખુરશી પર બેસી ગયા. એવું એટલે સંભવ થયું કેમ કે કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરોએ રાતોરાત ભાજપને સમર્થન આપી દીધું.
જો કે, જ્યારે કાર્યવાહક મેયર કુસુમ યાદવ પદભાર ગ્રહણ કરવા જઇ રહ્યા હતા, ત્યારે ભાજપના ધારાસભ્ય મહંત બાલમુકુન્દ આચાર્યએ ન માત્ર ખુરશી અને ભવનને ગંગાજળ-ગૌમૂત્રથી શુદ્ધ કર્યું, પરંતુ ભાજપમાં સામેલ થયેલા કોર્પોરેટરો પાસે જઈને બાલમુકુન્દ આચાર્યએ ગંગાજળ છાટ્યું અને જય શ્રી રામના જયકારાઓ સાથે તેમને ગંગાજળ પીવાડ્યું. ભાજપને સમર્થન કરનારા મનોજ મુગદલ, જ્યોતિ ચૌહાણ, ઉત્તમ શર્મા, દશરથ સિંહ સહિત 8 કોંગ્રેસી કોર્પોરેટર છે જે કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસની ખૂબ નજીક છે.
આ કોર્પોરેટરોએ જ કોંગ્રેસ બોર્ડમાંથી મેયર બનેલા મુનેશ ગુર્જર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. જો કે, ચર્ચા એ વાતની પણ છે કે કોંગ્રેસી નેતાઓની પરસ્પર વર્ચસ્વની લડાઈનો ભાજપે ફાયદો ઉઠાવ્યો અને જોડ-તોડ કરીને પોતાનું બોર્ડ બનાવી લીધું. મેયરની ખુરશી પર બેસતા જ કુસુમ યાદવે કહી દીધું કે હેરિટેજ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે રામ રાજ્ય સ્થાપિત થશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, કોંગ્રેસી કોર્પોરેટર કોંગ્રેસના શાસનથી ત્રસ્ત હતા અને મેયરથી પરેશાન હતા એટલે ભાજપમાં સામેલ થઈ ગયા. તો મેયર કાર્યાલયમાં ગંગાજળનો છંટકાવ કરતા ધારાસભ્ય બાલમુકુન્દ આચાર્ય આચાર્યએ કહ્યું કે, આજે ગંગાજળથી શુદ્ધ કર્યું છે.
તેની અશુદ્ધતાને કાઢવામાં આવી. વૈદિક મંત્રથી પૂજા કરીને નવમી તારીખના અવસર પર કુસુમ યાદવ ખુરશી પર બેસી ગયા. હવે પાલિકામાં શુદ્ધ વાતાવરણ અને પવિત્રતા રહેશે. ભાજપના સમર્થનમાં આવેલા કોંગ્રેસના કોર્પોરેટરોને પણ ગંગાજળ પીવડાવવામાં આવ્યું, ગૌમૂત્ર પીવાડી દેવામાં આવ્યું. વૈદિક મંત્રનું ઉચ્ચારણ તેમના કાનોમાં જઇ ચૂક્યું છે. હવે તેઓ પૂરી રીતે સનાતની થઈ ચૂક્યા છે.
અહી સુધી અધિકારી પણ અશુદ્ધિમાં ચાલી રહ્યા હતા. તેમની પણ મજબૂરી હતી કે આ પ્રકારનું કાર્ય કરાવવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે તેમનું પણ શુદ્ધિકરણ થઈ ચૂક્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સનાતન ધર્મમાં ગંગાજળ-ગૌમૂત્ર એટલે પીવડાવવામાં આવે છે જેથી અત્યાર સુધી જે ગુના કર્યા છે તેનથી મુક્ત કરાવી શકાય અને હવે સનાતની થઈને સાત્વિક પવિત્રતાથી કામ કરે.
જયપુર હેરિટેજ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 100 કોર્પોરેટર છે. તેમાંથી એક મુનેશ ગુર્જર સસ્પેન્ડ થઈ ગયા. અત્યાર સુધી ભાજપ પાસે 42 કાઉન્સિલર હતા, પરંતુ 2 અપક્ષ સાથે વર્તમાનમાં 8 કોંગ્રેસના કોર્પોરેટર ભાજપમાં આવી ગયા છે. આ અગાઉ કોંગ્રેસન એક કોર્પોરેટર નીરજ અગ્રવાલ પહેલા જ ભાજપમાં સામેલ થઈ ચૂક્યા હતા. એવામાં હવે કોંગ્રેસ પાસે અપક્ષ સહિત 46 કોર્પોરેટર જ રહી ગયા, જેના કારણે કોંગ્રેસનું બોર્ડ ધરાશાયી થઈ ગયું અને ભાજપે ખુરશી પર કુસુમ યાદવને બેસાડી દીધા.
કોંગ્રેસ નેતા પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે, કોંગ્રેસ તો પવિત્ર છે, પરંતુ એ બાબા અપવિત્ર છે. આ ધારાસભ્ય કંઈક વધારે જ બોલે છે. હવામહલ સીટથી ધારાસભ્ય આચાર્ય બાલમુકુંદનું કહેવું હતું કે પાલિકામાં બોર્ડ કોંગ્રેસનું હતું. ત્યાં ખૂબ કરપ્શન હતું. હવે અમારું બોર્ડ બની ગયું છે. હું પોતાની ગાડીમાં ગૌમૂત્ર અને ગંગાજળ રાખું છું. માગ ઉઠી કે હવે પાલિકા ભ્રષ્ટાચાર મુક્ત થઈ ગઈ છે એટલે ગંગાજળ અને ગૌમૂત્ર છાંટ્યું હતું. એ કોંગ્રેસી કોર્પોરેટર પણ હવે શુદ્ધ થઈ ગયા. અમે તો આખું ભવન જ પવિત્ર કરી દીધું હતું. ગૌમૂત્ર અને ગંગાજળ છાંટી રહ્યા હતા અને હવે તેઓ કોઈના મોઢામાં જતું રહ્યું હશે તો સારું જ છે ને? કોઈ પાપ થોડું પીવાનું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp