BJP MLA કહે- મુઘલોના કારણે રાત્રે લગ્નના ફેરા થવા લાગ્યા, તેમના નામ..

PC: news18.com

જયપુરની હવામહલ સીટથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય બાલમુકુન્દ આચાર્યએ ફરી એક વખત એવું નિવેદન આપ્યું છે, જેની ચારેય તરફ ચર્ચા છે. તેમણે કહ્યું કે, ભારતમાં સૂર્યને સાક્ષી માનીને લગ્નના ફેરા થતા હતા, પરંતુ જ્યારથી ભારતમાં મુઘલોએ આક્રમણ કર્યું છે, ત્યારબાદ દિવસે લગ્ન અને ફેરાની રીતો થવાના બંધ થઈ ગયા કેમ કે ત્યારે મુઘલ બહેન દીકરીઓને ઉઠાવીને લઈ જતા હતા, એટલે તેમનાથી છુપાઈને રાત્રે ફેરાની રીતો શરૂ થઈ. રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરના નિવેદનનું સમર્થન કરતા બાલમુકુન્દ આચાર્યએ કહ્યું કે, મુઘલ વિદેશી આતંકી હતા.

તેમણે ભારતમાં લૂંટ અને હિંસાની ઘટનાઓ કરી હતી, એવામાં તેમને મહાન બતાવવા એકદમ ખોટું છે. આ લોકોની ચર્ચા પણ ન થવી જોઈએ. સિલેબસમાં તેમને ભણાવવાનું તો દૂરની વાત છે. બાલમુકુન્દે કહ્યું કે, અકબર નહીં, મહારાણા પ્રતાપ અને શિવાજી મહાન છે, જેમણે માતૃભૂમિને બચાવવા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. આપણાં દેશમાં કોઈ બાબર તો કોઈ અકબરને મહાન બતાવી દે છે, પરંતુ ઇતિહાસને જોઈએ છીએ તો ખબર પડે છે કે તેમણે ભારતને લૂંટ સિવાય કોઈ કામ નથી કર્યું.

એટલે હું ઈચ્છું છું કે વિદેશી આક્રમણ કર્તાઓને સ્કૂલોના સિલેબસથી હટાવી દેવું જોઈએ. ભાજપ ધારાસભ્યએ કહ્યું કે, આપણે બધા મુઘલોનો ઇતિહાસ જાણીએ છીએ. પુત્રએ પિતાને જેલમાં નાખી દીધા અને શાસન કર્યું. તેઓ અત્યાચારી હતા. આપણે તેમને મહાન લોકોના રૂપમાં કેવી રીતે જોઈ શકીએ છીએ. સિલેબસમાં એવા અત્યાચારીઓનો ઉલ્લેખ મને ખોટો લાગે છે. આપણે પોતાની સંસ્કૃતિ અને પૂર્વજોના ઇતિહાસ બાબતે શીખવું જોઈએ.

હવામહલના ધારાસભ્યએ કહ્યું કે, જ્યારે હું દિલ્હી જાઉ છું તો અકબર રોડનું નામ સાંભળીને મને પીડા થાય છે કેમ કે જે અકબરે આપણા દેશ પર આક્રમણ કર્યું. આપણે તેની યાદમાં રોડનું નામકરણ આપ્યું. હું વિચારું છું અને ઈચ્છું છું કે મુઘલોના નામથી ન તો કોઈ રોડ અને ન તો કોઈ શહેરનું નામ હોવું જોઈએ. એટલે હું દેશના અને બધા રાજ્યોના શિક્ષણ મંત્રીને પણ આ નિવેદન આપું છું કે મુઘલોને હટાવીને આપણાં દેશના વીરોને સિલેબસમાં જોડો, જેથી યુવા પેઢી દેશનો યોગ્ય ઇતિહાસ જાણી શકે.

એવું નથી કે બાલમુકુન્દ આચાર્યએ પહેલી વખત એવું નિવેદન આપ્યું છે, જેના પર વિવાદ છેડાયો છે. પહેલી વખત જ્યારે તેઓ ધારાસભ્ય બન્યા હતા, તેના તુરંત પોતાના સમર્થકો સાથે માર્કેટ પહોંચી ગયા હતા, જ્યાં નોનવેજ હોટલોને બંધ કરવા કહ્યું હતું. જો કે, ત્યારબાદ પોતાના નિવેદનથી તેમણે માફી માગી લીધી હતી. ત્યારબાદ જ્યારે તેઓ જયપુરની એક ગર્લ્સ સ્કૂલ ગયા તો ત્યાં હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓને જોઈને રોષે ભરાઈ ગયા હતા. તેમણે શાળામાં જ કહ્યું હતું કે, હિજાબથી માહોલ ખરાબ થઈ રહ્યો છે. શાળામાં તો બંધ કરો. આ બધુ ચેન્જ કરાવો, એકદમ પેક કરાવી રાખ્યા છે તેમને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp