‘એટલે હું મૌન છું..’ મંત્રી ન બની શક્યા 9 વાર ધારાસભ્ય બનેલા નેતા તો લખી પોસ્ટ
મધ્ય પ્રદેશ સૌથી સીનિયર ધારાસભ્ય ગોપાલ ભાર્ગવને મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના મંત્રી મંડળમાં જગ્યા મળી શકી નથી. ત્યારબાદ હવે રાજનીતિક જાણકાર અને સમર્થક એક જ સવાલ પૂછી રહ્યા છે કે આગળ શું થશે? હવે ગોપાલ ભાર્ગવે પોતે આગળ આવીને જવાબ આપ્યો છે. આગળની રણનીતિ બનાવી છે. પોતાના આ નિવેદનમાં 9 વખતના ધારાસભ્યએ રાજ્યભરમાં સમાજને સંગઠિત કરવાનો પણ ઉલ્લેખ કર્યો એટલે કે ગોપાલ ભાર્ગવ સમાજને એકત્રિત કરશે.
સાગર જિલ્લાની રહલી સીટથી ભાજપના ધારાસભ્ય ગોપાલ ભાર્ગવે ફેસબુક પર પોસ્ટ લખી હતી કે, ‘આજે મધ્ય પ્રદેશ રાજ્યના મંત્રી પરિષદની રચના થઈ છે. હું નવા બનેલા મંત્રીઓને પોતાની તરફથી શુભેચ્છા આપું છું. રાજ્યભરમાં મારા સમર્થક મને પૂછી રહ્યા છે કે એવું શું થયું કે તમને મંત્રી મંડળમાં ન લેવામાં આવ્યા? મેં તેમને કહ્યું કે, 40 વર્ષો લાંબા રાજનીતિક જીવનમાં અત્યાર સુધી પાર્ટીએ જે જવાબદારી આપી છે, તેને સમર્પિત ભાવથી પૂર્ણ કર્યા છે અને આગળ પણ કરતા રહેવા માટે સંકલ્પિત છું. એટલે આજે મંત્રી પરિષદની રચનામાં પાર્ટી દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું હું સ્વાગત કરું છું. પદ આવતા જતા રહે છે. પદ અસ્થાયી છે, પરંતુ જન વિશ્વાસ સ્થાયી છે.
આટલા વર્ષો સુધી મેં પોતાના ક્ષેત્ર અને રાજ્યની જે સેવા કરી છે તે મારી પૂંજી અને ધરોહર છે. મારા ક્ષેત્રએ મને રાજ્યના સૌથી વરિષ્ઠ 9મી વખત ધારાસભ્ય બનાવ્યો, જે દેશમાં દુર્લભ અને અપવાદ છે. મને 70 ટકા વોટ આપીને 73,000 વૉટથી જીતાડ્યો એ ઋણ મારા પર છે. હું જ્યાં સુધી આ ક્ષેત્રનો ધારાસભ્ય રહીશ. કોઈ કમી કે અભાવ નહીં રહેવા દઉં. રાજનીતિક પાર્ટીના પોત પોતાના ફોર્મ્યૂલા છે. સામાજિક, ક્ષેત્રીય કારણ છે જેના આધાર પર પદ આપવામાં આવે છે. જેની અંદર જવા કે જાણવામાં મારી કોઈ રુચિ નથી એટલે હું મૌન છું. ખાલી સમયમાં હવે હું રાજ્યમાં સમાજને સંગઠિત કરીને ઉત્થાનના કાર્ય કરીશ.’
જો કે, હવે તેમણે પોતાની ફેસબુક પોસ્ટ કાઢી નાખી છે, જેમાં હવે માત્ર નવા બનેલા મંત્રીઓને શુભેચ્છાઓવાળો જ મેસેજ છે. 16મી વિધાનસભાના પ્રોટેમ સ્પીકર ગોપાલ ભાર્ગવ સાગર જિલ્લાની રહલી સીટ પરથી 9મી વખત ધારાસભ્ય બન્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા ભાર્ગવ વર્ષ 1985થી સતત જીતીને ધારાસભ્ય બની રહ્યા છે. વર્ષ 2003માં ઉમા ભારતીની સરકારમાં ભાર્ગવને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બાબુલાલ અને શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં રહલીના ધારાસભ્ય કેબિનેટ મંત્રી બન્યા રહ્યા.
તો વર્ષ 2018માં રાજ્યમાં કોંગ્રેસ સરકાર બનવા પર ગોપાલ ભાર્ગવને નેતા પ્રતિપક્ષ બનાવવામાં આવ્યા હતા. જો કે, વર્ષ 2020માં કમલનાથ સરકાર ઉથલી ગયા બાદ ભાજપની સરકાર બની અને ભાર્ગવે કેબિનેટ મંત્રીના શપથ લીધા. તો શિવરાજ સિંહ ચૌહાણની ગત સરકારમાં લોક નિર્માણ વિભાગ, કુટીર અને ગ્રામ ઉદ્યોગ મંત્રી હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp