ચૂંટણી અગાઉ BJPને ઝટકો, ધારાસભ્યએ રાજીનામું આપી લગાવ્યા આ આરોપ

PC: tv9hindi.com

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાની કોલારસ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય વીરેન્દ્ર રઘુવંશીએ પાર્ટીના પ્રાથમિક સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. કોલારસ વિધાનસભાના ધારાસભ્ય વીરેન્દ્ર રઘુવંશીએ પાર્ટી છોડતી વખત જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓ પર કેટલાક આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, તેમના આવ્યા બાદ ભાજપની રીતિ-નીતિ જ બદલાઈ ગઈ. ભાજપના જૂના કાર્યકર્તાઓનો નજરઅંદાજ થવા લાગ્યો છે.

ધારાસભ્ય વીરેન્દ્ર રઘુવંશીએ અધિકારીઓની પોસ્ટિંગને લઈને પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, સાડા ત્રણ વર્ષથી મુખ્યમંત્રીને પોતાની પીડા બનાવી રહ્યો છું, પરંતુ સુનાવણી થઈ રહી નથી. પ્રદેશ અધ્યક્ષને સંબંધિત રાજીનામામાં ધારાસભ્યએ લખ્યું કે, આજે ભારે મનથી ભાજપની સભ્યતા અને વિશેષ આમંત્રિત સભ્ય પ્રદેશ કાર્યસમિતિના પદ પરથી હું રાજીનામું આપી રહ્યો છું. છેલ્લા 3 વર્ષથી ઘણી વખત પોતાની પીડા મુખ્યમંત્રી અને ઉચ્ચ નેતૃત્વ સામે રાખી, પરંતુ તમે બધાએ ક્યારેય ધ્યાન ન આપ્યું.

ચિઠ્ઠીમાં ધારાસભ્ય વીરેન્દ્ર રઘુવંશીએ કહ્યું કે, આખા ગ્વાલિયર-ચંબલમાં મારા જેવા પાર્ટીના ઘણા કાર્યકર્તાઓની ઉપેક્ષા નવાગત ભાજપાઈ કરતા રહ્યા અને આ બધુ આજ સુધી અમારી સાથે માત્ર એટલે થતું રહ્યું છે કે અમે પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી વર્ષ 2014 અને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનું કામ કર્યું અને સફળતા હાંસલ કરી. શિવપુરી અને કોલારસ વિધાનસભામાં ભ્રષ્ટ અધિકારીઓની પોસ્ટિંગ માત્ર એટલે કરવામાં આવી રહી છે જેથી મારા દરેક વિકાસ કાર્યમાં રૂકાવટ નાખી શકાય અને મને અને મારા કાર્યકર્તાઓને પરેશાન કરી શકાય.

ધારાસભ્યએ કહ્યું કે, સિંધિયાજીએ એમ કહીને કોંગ્રેસ સરકાર પાડી હતી કે ખેડૂતોના 2 લાખ રૂપિયાનું દેવું માફ કરવામાં આવી રહ્યું નથી, પરંતુ ભાજપની સરકાર બન્યા બાદ તેમણે દેવા માફીની તો દૂર, આજ સુધી આ બાબતે વાત પણ કરી નથી. ધારાસભ્ય દળ પાર્ટીની બેઠકોમાં પ્રદેશ હિતના મુદ્દા પર કોઈ ચર્ચા કરવા માગતુ નથી, પરંતુ ભ્રષ્ટ મંત્રીઓનો બચાવ અવશ્ય કરે છે. હું જનસેવક છું, એવા વાતાવરણમાં ગૂંગળામણ થઈ રહી છે અને દુઃખી છું.

વીરેન્દ્ર સિંહ રઘુવંશી વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા હતા. કહેવામાં આવે છે એ દરમિયાન પણ તેમણે જ્યોતિરાદિત્ય સિંધિયાથી નારાજગીના કારણે કોંગ્રેસ છોડી હતી અને પછી સિંધિયાથી દુઃખી થઈને ભાજપમાંથી રાજીનામું આપી દીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp