દીયા કુમારીએ પોલીસને કહ્યું- ‘ગેહલોતે લગાવ્યા છે ને, 4 દિવસમાં BJPની સરકાર..’,

PC: twitter.com

રાજસ્થાનમાં મુખ્યમંત્રીની રેસમાં સામેલ દીયા કુમારી ફૂલ એક્શન મોડમાં નજરે પડી રહ્યા છે. જયપુરની વિદ્યાધર નગર વિધાનસભા સીટ પરથી ચૂંટાયેલા ધારાસભ્ય દીયા કુમારીનો એક દબંગ અંદાજવાળો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેઓ પોલીસ અધિકારીઓને ધમકાવતા નજરે પડી રહ્યા છે. દીયા કુમારી પોલીસ અધિકારીને કહી રહ્યા છે કે અશોક ગેહલોતે તમને લગાવ્યા છે, પરંતુ 4 દિવસમાં ભાજપની સરકાર આવી રહી છે. અહીથી તમે હટશો. એવી જગ્યા પર જશો કે ખબર પણ નહીં પડે કે ક્યાં ગયા.

આ વાયરલ વીડિયો જયપુરના ઝોટવાડા પોલીસ સ્ટેશનનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, જયપુરમાં 8 વર્ષની સગીરા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. તેને લઈને પીડિતાના  પિતાએ ઝોટવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પિતાનો આરોપ છે કે તેની 8 વર્ષની દીકરી પોતાના 5 વર્ષના ભાઈ સાથે શાળાએ જાય છે. શાળાની વેનનો ડ્રાઈવર અબ્દુલ માજિદ છેલ્લા કેટલાક દિવસોથી સગીરાને ધમકાવીને તેની સાથે રેપ કરી રહ્યો હતો.

ડ્રાઈવર સાથે તેના કટલાક મિત્રોએ પણ સગીરા સાથે દુષ્કર્મ કર્યું. પીડિતાના પિતાએ શાળાથી પરત ફરતી વખત એક સામસૂમ મકાનમાં વિદ્યાર્થિનીને લઈ ગયા અને તેના નાના ભાઈને વેનમાં બંધ રાખવાનો પણ આરોપ લગાવ્યો છે. તેને લઈને પીડિત પરિવારે બાળ સંરક્ષણ આયોગ પાસેથી પણ ન્યાયની માગ કરી. તો આયોગના સભ્યોએ પીડિતાના પિતાની ફરિયાદ પોલીસને આપી. આ ઘટનામાં પહેલા પોલીસ આમતેમ કરતી રહી, પરંતુ ત્યારબાદ સામાજિક સંગઠનોનો દબાવ બન્યા બાદ કેસ નોંધવમાં આવ્યો.

આ ઘટનાના આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી ન થવાની નારાજ ઘણા સંગઠન શનિવારે રાત્રે ઝોટવાડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. ત્યારબાદ ઘટનાની જાણકારી મળતા જ વિદ્યાધર નગરથી નવા ચૂંટાયેલા ધારાસભ્ય દીયા કુમારી પોલીસ સ્ટેશન પહોંચી ગયા. ભાજપના ધારાસભ્ય દીયા કુમારીએ લોકો સાથે મુલાકાત કરી અને પીડિતાના પરિવારજનો પાસેથી આખી ઘટના બાબતે જાણકારી લીધી. ત્યારબાદ પોલીસ અધિકારીઓને નિર્દેશ આપ્યા કે ગેંગરેપના આરોપીઓની તરત જ ધરપકડ કરે અને તેના પર સખત કાર્યવાહી કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp