BJP સાંસદ બોલ્યા- વર્શિપ એક્ટ ભગવાન રામ અને કૃષ્ણમાં ભેદ ઉત્પન્ન કરે છે, તેને...

PC: prokerala.com

ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ હરનાથ સિંહ યાદવે આજે રાજ્યસભામાં પૂજા સ્થળ અધિનિયમ 1991 પર સવાલ ઉઠાવતા તેને ખતમ કરવાની માગ કરી. તેમણે કહ્યું કે, આ કાયદો ભગવાન રામ અને ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચે ભેદ ઉત્પન્ન કરે છે, જ્યારે બંને ભગવાન વિષ્ણુના અવતાર છે. આ કાયદો હિન્દુ, જૈન, સિખ્સ, બૌદ્ધોના ધાર્મિક અધિકારોનું હનન છે. 1991 એક્ટ જે છે કાયદાના સંવિધાનમાં સમાનતાનું ઉલ્લંઘન કરે છે અને કાયદામાં પ્રાવધાન છે કે શ્રીરામ જન્મભૂમિની અતિરિક્ત જે 1947થી પેન્ડિંગ કેસ છે, તેમને સમાપ્ત માનવામાં આવશે અને જે કોઈ આ કાયદાનું ઉલ્લંઘન કરશે તેને 1 વર્ષથી 3 વર્ષની સજા છે.

ઉપાસના સ્થળ એક્ટ 1991 ન્યાયિક સમીક્ષા પર રોક લગાવે છે જે હિન્દુ, સિખ, જૈન અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓના અધિકારો ઓછા કરે છે. વડાપ્રધાનનો આભાર માનું છું. આઝાદી બાદ જે લાંબા સમય સુધી સરકારમાં રહ્યા, તેઓ આપણા ધાર્મિક સ્થળોની માન્યતાને ન સમજી શક્યા અને રાજનીતિક ફાયદા માટે પોતાની જ સંસ્કૃતિ પર શર્મિંદગી થવાની પ્રવૃત્તિ સ્થાપિત કરી.

આ કાયદાનો સ્પષ્ટ અર્થ એ છે કે વિદેશી આક્રમણ કાર્યો દ્વારા તલવારની અણીએ જ્ઞાનવાપી અને મથુરા સહિત અન્ય પૂજાસ્થળો દ્વારા જે બળજબરીપૂર્વક કબજો કરવામાં આવ્યો છે, તેનાથી સરકારો દ્વારા યોગ્ય ઠેરવી દેવામાં આવ્યા છે. આ કાયદો ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચે ભેદભાવ ઉત્પન્ન કરે છે, જ્યારે બંને જ વિષ્ણુના અવતાર છે. સમાજ માટે 2 કાયદા નહીં હોય શકે. આ એક્ટ પૂરી રીતે અસંવૈધનિક છે અને અતાર્કિક છે. હું દેશહિતમાં આ કાયદાને સમાપ્ત કરવાની પ્રાર્થના કરું છું.

શું છે વર્શિપ એક્ટ:

આ કાયદા મુજબ 15 ઓગસ્ટ 1947 અગાઉ બનેલા કોઈ પણ ધાર્મિક સ્થળને બીજા ધર્મસ્થળમાં નહીં બદલી શકાય. જો કોઈ ધાર્મિક સ્થળ સાથે છેડછાડ કરીને તેને બદલવા માગે તો તેને 3 વર્ષની કેદ અને દંડ થઈ શકે છે. રામ જન્મભૂમિ મંદિર કેસ ત્યારે કોર્ટમાં હતો. એટલે તેને તેનાથી અલગ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ જ્ઞાનવાપી કેસમાં આ એક્ટનો સંદર્ભ આપતા મસ્જિદ કમિટીએ વિરોધ કર્યો. ત્યારે અલ્લાહાબાદ હાઇકોર્ટે ત્યારે સ્ટે લગાવતા યથાસ્થિતિ કાયમ રાખી. જો કે, વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે આદેશ આપી દીધો કે કોઈ પણ કેસ પર સ્ટે ઓર્ડર 6 મહિના માટે જ રહેશે. ત્યારબાદ વારાણસી કોર્ટમાં ફરીથી જ્ઞાનવાપી પર સુનાવણી શરૂ થઈ અને આગામી 2 વર્ષોની અંદર તેને સર્વેની પણ મંજૂરી મળી ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp