BJP સાંસદની મોટી ફજેતી, કરોડમાં કેટલા લાગે ઝીરો? પ્રોફેસર છતાં જવાબ ન આપી શક્યા

PC: indiatv.in

ક્યારેક ક્યારેક મજાકમાં કહેલી વાતો મુદ્દો બની જાય છે. એવું જ એક ઉદાહરણ ઇટાવા ક્લબ પરિસરમાં જોવા મળ્યું. અહી ઇટાવા લોકસભાના સાંસદ રામશંકર કઠેરિયા એ ન બતાવી શક્યા કે 20 કરોડમાં કેટલા ઝીરો હોય છે. ત્યારબાદ વિપક્ષે ટ્વીટ કરીને તેમના આ જવાબ પર કટાક્ષ કર્યો. ઇટાવા ક્લબ પરિસરના ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા 30 યોજનાઓના લોકાર્પણનો કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ ઉત્તર પ્રદેશના લોક નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી જિતિન પ્રસાદ હતા.

તેમના દ્વારા 35578.14 લાખની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું. આ લોકાર્પણ બાદ PWD મંત્રી જિતિન પ્રસાદે મંચ પરથી સંબોધનમાં ઇટાવા જનપદમાં થઈ રહેલા રોડના નિર્માણ અને પૂલના નિર્માણ બાબતે જાણકારી આપતા જનપદના ખર્ચની સંખ્યા પણ બતાવી રહ્યા હતા. ઇટાવા સિન્દૌસ માર્ગના નિર્માણમાં થનારા ખર્ચને લઈને તેમણે કહ્યું કે, 20 કરોડ રૂપિયાનો રોડ બનાવવામાં આવશે. ત્યારે જિતિન પ્રસાદે કટાક્ષ કરતા ઇટાવા લોકસભાના સાંસદ પ્રોફેસર રામશંકર કઠેરિયા તરફ ઈશારો કરતા કહ્યું કે, જો 20 કરોડમાં લગતા ઝીરો બતાવી દેશે તો 200 કરોડ રૂપિયાના ખર્ચના રસ્તાઓની યોજના આપી દેશે.

એ સમયે પ્રોફેસર રામ શંકર કઠેરિયા મંચ પર ઊભા થયા અને મોટા અવાજે તેમણે ઝીરોની સંખ્યા 6 બતાવી નાખી. જે ખોટી હતી. તેમણે બે વખત કહ્યું કે, 20 કરોડમાં 6 ઝીરો લાગશે. એ વાતની ચર્ચા ત્યાં ઉપસ્થિત કાર્યકર્તાઓમાં શરૂ થઈ તો દૂર સુધી જતી રહી. વિપક્ષીઓને આ વાતનો મુદ્દો મળી ગયો. ઇટાવાના ભાજપના સાંસદ પ્રોફેસર રામશંકર કઠેરિયાનો આ વીડિયો અચાનક સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો. આ વીડિયોમાં રામશંકર કઠેરિયા દ્વારા બતાવવામાં આવેલી ખોટી સંખ્યાનો મુદ્દો એટલો વધી ગયો કે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ શિવાપાલ સિંહ યાદવે ટ્વીટ કરતા ભાજપના સાંસદના ગણિતના જ્ઞાન પર સવાલ ઊભા કરતા આખી ભાજપ પર જ કટાક્ષ કરી નાખ્યો.

તેમણે લખ્યું કે, માનનીય ઇટાવાના સાંસદજીનું ગણિત પણ ગરબડીનો શિકાર છે. દાનવીર નજરે પડી રહેલા લોક નિર્માણ મંત્રીજી વિધાનસભા સત્રમાં સંબંધિત વિભાગ પર આર્થિક મોરચાથી ભાગતા રહ્યા. જ્યારે આખા કૂવામાં ભાંગ પડી, તો ગણિત, રસાયણ, અર્થશાસ્ત્ર અને ઇતિહાસ જ નહીં વર્તમાન પર પણ સંકટ વધી જાય છે. આ કમેન્ટ બાદ ભાજપ તરફથી કોઈ પણ કંઇ બોલવા તૈયાર નથી અને વિપક્ષ ભાજપના સાંસદ પ્રોફેસર રામશંકર કઠેરિયા દ્વારા બતાવવામાં આવેલી શૂન્યની સંખ્યા પર લોકો ચર્ચા કરી રહ્યા છે. 2024માં થનારી લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ શિવાપાલ સિંહ યાદવ ઇટાવા જનપદમાં આ વાતને પેન સંભવિત મુદ્દો બનાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp