રાહુલ ગાંધી મૂર્ખ નહિ, મૂર્ખોમાં સૌથી મોટાઃ BJP નેતા
ભાજપા સાંસદે રાહુલ ગાંધી પર ઉશ્કેરણી ભરી ટિપ્પણી કરી છે. ભાજપાના સાંસદ અને પૂર્વ મંત્રી નાયક સિંહ સૈનીએ એક નિવેદનમાં રાહુલ ગાંધીને સૌથી મૂર્ખ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને ખબર જ નથી કે CAA કોઈની નાગરિકતા નથી છીનવી લેવાનું. જણાવી દઈએ કે ભાજપા શરૂઆતથી જ કોંગ્રેસ પર આરોપ લગાવી રહ્યું છે કે તે લોકોને ગુમરાહ કરી રહ્યું છે. કોંગ્રેસે પણ તેનો વળતો જવાબ આપ્યો છે.
સૈનીએ શું કહ્યું-
ભાજપા સાંસદે કહ્યું કે, જો અમે કહીએ કે મૂર્ખોમાં સૌથી વધારે કોઈ મૂર્ખ છે તો મને લાગે છે કે તે રાહુલ ગાંધી છે. કારણ કે રાહુલ ગાંધીને એ જ નથી માલૂમ કે CAA શું છે, કોના માટે છે. રાહુલ ગાંધીને એ જ નથી સમજાતુ કે તે કઈ બાબતનો વિરોધ કરી રહ્યા છે.
વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથીઃ
કોંગ્રેસની ટીકા કરતા તેમણે કહ્યું કે, તેમની પાસે સરકારને ઘેરવા માટે અન્ય કોઈ મુદ્દો નથી. તેમણે દાવો કરતા કહ્યું કે, માટે જ કોંગ્રેસ આ કાયદા પર લોકોને ગુમરાહ કરવાની કોશિશ કરી રહી છે.
સૈનીની સાથે ભાજપા ધારાસભ્ય રામ ગુર્જર પણ મોજૂદ હતા. થોડા દિવસ પહેલા જ ગુર્જરે કહ્યું હતું કે, CAA અને NRCનો વિરોધ કરનારાઓનો સફાયો એક કલાકમાં થઈ શકે છે. તેમણે એવું પણ કહ્યું હતું કે આજનું ભારત પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂ અને મહાત્મા ગાંધીનું નહિ બલ્કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp