BJP સાંસદ સાક્ષી મહારાજ સામે કાર્યવાહીની તૈયારી, નોટિસ આપી મગાયો જવાબ?

PC: hindustantimes.com

વિસ્થાપિત નોર્મલ બ્લોક અને આમ બાગમાં સાંસદ સાક્ષી મહારાજ સહિત 5 લોકોના નિર્માણાધીન ભવનોને MDDA ધ્વસ્ત કરવાની તૈયારીમાં છે. તેના માટે ઓથોરિટીના ઉપાધ્યક્ષ તરફથી નોટિસ જાહેર કરી દેવાના આવી છે. સંબંધિત લોકોને કારણ બતાવો નોટિસ જાહેર કરીને 15 દિવસની અંદર જવાબ આપવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, ત્યારબાદ ધ્વસ્તીકરણ કરવાની કાર્યવાહી થશે. સાક્ષી મહારાજ સાથે જ બધા નિર્માણકર્તાઓને નોટિસ મોકલવામાં આવી છે અને તેમની પાસે જવાબ માગવામાં આવ્યો છે. પાંચેય ઇમરતોને ધ્વસ્ત કરવાનો આદેશ પણ જાહેર થઈ ચૂક્યો છે. જો કે, અત્યારે આ મામલે નિર્માણકર્તાઓ પાસે જવાબ માગવામાં આવ્યો છે.

હાઇ કોર્ટના આદેશ પર મસૂરી-દેહરાદૂન વિકાસ ઓથોરિટી (MDDA)એ વિસ્થાપિત નિર્મલ બ્લોક અને આમ બાગમાં 57 નિર્માણાધીન બહુમાળી મકાનોને સીલ કરી દીધા હતા, પરંતુ તેમાંથી 5 ભવનોમાં સીલિંગ છતા કામ થતું જોવા મળ્યું. તેના પર ઓથોરિટીના સહાયક એડવોકેટ સુરજીત સિંહ રાવતે બે દિવસ અગાઉ જ મંજુલા પટેલ અને મુકેશ જૈન (રહે. આમબાગ), ઋષિકેશ, કૃષ્ણા અને મનોજ (રહે નિર્મલ બાગ-2), ઋષિકેશ અને સાક્ષી મહારાજ (રહે. નિર્મલ બ્લોક-C), ઋષિકેશ વિરુદ્ધ કેસ નોંધાવવામાં આવ્યો હતો.

આ મામલે હવે ઉપાધ્યક્ષ બંશી તિવારીએ સીલ તોડીને નિર્માણ કરનારાઓ વિરુદ્ધ અધિકારીઓને કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. તેમણે કારણ બતાવો નોટિસ જાહેર કરવા સાથે જ 5 ઇમરતોને ધ્વસ્ત કરવાનો પણ આદેશ આપ્યો છે. સહાયક એડવોકેટ સુરજીત સિંહે જણાવ્યું કે, નોટિસ જાહેર કરીને બધા નિર્માણકર્તાઓને SDM સમક્ષ જવાબ આપવા કહેવામાં આવ્યું છે. સંતોષકારક જવાબ ન મળવા પર આ ઇમારતોને JCBથી ધ્વસ્ત કરવામાં આવશે.

ઓથોરિટી તરફથી મળેલી જાણકારી મુજબ, કેટલીક નિર્માણાધીન બહુમાળી ઇમારતોને સીલ કરી દેવામાં આવી હતી, પરંતુ સીલ કરવા છતા 5 ઇમરતોનું કામ ચાલતું જોવા મળ્યું હતું. ત્યારબાદ ઓથોરિટીએ 5 ઇમરતોના માલિકોને નોટિસ મોકલીને 15 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. ત્યારબાદ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવશે. સાક્ષી મહારાજ મોટા ભાગે પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. ખાસ કરીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમના નિશાના પર રહે છે.

બે દિવસ અગાઉ જ તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને પડકાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીમાંથી કોઈમાં પણ હિંમત નથી કે ઉન્નાવમાં મારી સામે આવી ચૂંટણી લડી દેખાડે. સાક્ષી મહારાજે વર્ષ 2014ની સામાન્ય ચૂંટણી ઉત્તર પ્રદેશની ઉન્નાવ સીટથી જીત્યા હતા. વર્ષ 2019માં ફરી એક વખત તેઓ આ જ સીટ પરથી ચૂંટણી જીત્યા હતા. તેઓ વર્ષ 2000 થી વર્ષ 2006 સુધી રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા. તેમના ‘સાક્ષી મહારાજ ગ્રુપ’ના બેનર હેઠળ ભારતભરમાં શૈક્ષણિક સંસ્થાઓ અને આશ્રમ ચાલે છે. જેમાં વર્તમાન ડિરેક્ટર તરીકે પણ તેઓ કાર્યરત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp