BJP સાંસદે આ રાજ્યોના હિસ્સાઓને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવાની માગ

PC: hindustantimes.com

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ગુરુવારે માગ કરી કે બાંગ્લાદેશથી થઈ રહેલી ઘૂસણખોરીને રોકવા માટે ઝારખંડ અને પશ્ચિમ બંગાળના કેટલાક હિસ્સાને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવો જોઈએ. લોકસભાના શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા દુબેએ કહ્યું કે, બાંગ્લાદેશી ઘૂસણખોરોના કારણે ઝારખંડના સંથાલ પરગણા ક્ષેત્રમાં આદિવાસીઓની વસ્તી ઘટી રહી છે. માલદા, મુર્શિદાબાદ, અરરિયા, કિશનગંજ, કટિહાર અને સંથાલ પરગણા ક્ષેત્રને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવે.

નિશિકાંત દુબેએ કહ્યું કે, બાંગ્લાદેશી ઘૂસણખોરો આ ક્ષેત્રમાં આવીને વાસી રહ્યા છે. તેઓ આદિવાસીઓ સાથે લગ્ન કરી રહ્યા છે. હું સંથાલ પરગણા ક્ષેત્રથી આવું છું. જ્યારે સંથાલ પરગણા બિહારથી અલગ થઈને ઝારખંડનો હિસ્સો બન્યું તો વર્ષ 2000માં આ ક્ષેત્રમાં આદિવાસીઓની વસ્તી 36 ટકા હતી. આજે તેમની વસ્તી 26 ટકા છે. 10 ટકા આદિવાસી ક્યાં જતા રહ્યા? આ સદન ક્યારેય તેમની ચિંતા કરતું નથી. એ વોટ બેંકની રાજનીતિમાં સંડોવાયલું છે. રાજ્ય સરાકર પણ આ મામલે કોઈ પગલાં ઉઠાવી રહી નથી.

દુબેએ કહ્યું કે, જે મહિલા લોકસભા કે જિલ્લા પંચાયતની ચૂંટણી લડે છે, તેનો પતિ મુસ્લિમ હોય છે. રાજ્યમાં ઓછામાં ઓછા 100 મહિલા સરપંચ છે, જેમના પતિ મુસ્લિમ છે. આ હિન્દુ વર્સિસ મુસ્લિમનો મુદ્દો નથી, પરંતુ ક્ષેત્રમાં બાહ્ય લોકોના વસાવવાનો મામલો છે. તેમણે કહ્યું કે, સંથાલ પરગણા ક્ષેત્રમાં મુસ્લિમોની વસ્તી વધી રહી છે કેમ કે બંગાળના માલદા અને મુર્શિદાબાદ જિલ્લાથી લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તેઓ ઝારખંડના ગામોથી હિન્દુ વસ્તીને બહાર કાઢી રહ્યા છે. ઝારખંડ પોલીસ કાર્યવાહી કરવામાં અસમર્થ છે. તેમણે સ્થિતિઓને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર પાસે હસ્તક્ષેપ કરવાની માગ કરી છે.

નિશિકાંત દુબેએ કહ્યું કે, ઝારખંડના પાકુડ જિલ્લામાં તારાનગર ઇલામી અને ડાપાડામાં દંગા થઈ ગયા. એ એટલે થયા કે બંગાળથી મમતા બેનર્જીની પોલીસ અને ત્યાંના લોકો માલદા અને મુર્શિદાબાદથી આવીને અમારા લોકોને ભગાવી રહ્યા છે, જેથી હિન્દુઓના ગામ ખાલી થઈ રહ્યા છે. પરંતુ ઝારખંડ પોલીસ કંઇ કરી રહી નથી. આ ખૂબ ચિંતાનો વિષય છે. જો મારી એક વાત ખોટી છે તો હું સદનમાંથી રાજીનામું આપવા તૈયાર છું. ઝારખંડ હાઇકોર્ટે કહ્યું કે, મુસ્લિમોની વસ્તી રોજ વધી રહી છે. એવામાં ત્યાં ભારત સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ. મારી માગ છે કે કિશનગંજ અરરિયા, કટિયાર, માલદા, મુર્શિદાબાદ અને આખું સંથાલ પરગણા છે. તેને ભારત સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવે. નહીં તો હિન્દુ ખાલી થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp