RSSનો BJPને ટોંટ, ચૂંટણી વખતે જ સંઘ યાદ આવે છે

PC: msn.com

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ની અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતી અખિલ ભારતીય પ્રતિનિધિ સભા હરિયાણામાં 12 માર્ચથી 14 માર્ચ સુધી હરિયાણામાં મળી હતી. આમ તો આ બેઠકમાં હાજર રહેલા RSSના ટોચના નેતાએ ઘણા બધા વિષયો પર ચર્ચા કરી હતી, પરંતુ સાથે સાથે ભાજપ સામે  નારાજગી દર્શાવીને એવો કટાક્ષ પણ કરવામાં આવ્યો હતો કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ સંઘની યાદ આવે છે. હરિયાણામાં મળેલી આ સભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પણ હાજરી આપી હતી.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા પાણીપતના સમાલખા વિસ્તારમાં થઇ હતી અને 12 માર્ચ  રવિવારથી શરૂ થયેલી આ સભા 14 માર્ચ મંગળવાર સુધી ચાલી હતી. આ બેઠકનું મહત્ત્વ એ વાત પરથી સમજી શકાય છે કે RSS  પ્રમુખ મોહન ભાગવત બેઠક શરૂ થયાના 4 દિવસ પહેલા સમાલખા પહોંચી ગયા હતા.

 હરિયાણામાં મળેલી 3 દિવસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં ચૂંટણી વિશે કોઇ ચર્ચા ન થઇ હોવાનો સંઘના નેતાઓ દાવો કરી રહ્યા છે, પરંતુ ભાજપના નેતાઓનું કહેવું છે કે આ બેઠકમાં સરકાર અને ભાજપ દ્રારા સંઘની અવગણનાના મુદ્દા પર ઉગ્ર ચર્ચા કરવામાં આવી હતી.

 ભાજપના નેતાઓનું કહેવું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટ બેઠકમાં હાજર હતા ત્યારે જ સંઘના નેતાઓએ કટાક્ષ કરીને કહ્યું હતું કે, ભાજપને ચૂંટણી આવે છે ત્યારે જ ભાજપ યાદ આવે છે. કફોડી સ્થિતમાં મુકાઇ ગયેલા જે પી નડ્ડા અને મુખ્યમંત્રી ખટ્ટરે સંઘના નેતાઓને એવું કહીને શાંત પાડ્યા હતા કે સંઘ તો ભાજપનો જ એક ભાગ છે.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરકાર્યવાહક દત્રાતેય હોસબોલેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, સંઘની આ બેઠકમાં ચૂંટણી વિશે કોઇ ચર્ચા થઇ નથી. જે. પી નડ્ડા અને મનોહર ખટ્ટરને માત્ર પરંપરાને કારણે બેઠકમાં બોલાવાયા હતા.

વર્ષ 2024માં થનારી લોકસભાની ચૂંટણી પહેલા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ટોચના નેતાઓની આ અંતિમ મોટી મિટિંગ હતી. હરિયાણાં મળેલી આ બેઠકમાં દેશભરમાંથી 1400  પસંદગીના સ્વયં સેવકો હાજર રહ્યા હતા. સંઘના સરસંઘસંચાલક મોહન ભાગવત, દત્રાતેય હોસબેલ સહિતના અન્ય સરકાર્યવાહક પણ બેઠકમાં સામેલ થયા હતા.

આ બેઠકમાં સંઘમાં મહિલાઓને સામેલ કરવાનો પણ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp