ભાજપે તૈયાર કર્યો ‘RAM’ પ્લાન, શું લોકસભામાં હેટ્રીક મારવામાં મદદ કરશે?

PC: twitter.com

ભારતીય જનતા પાર્ટીએ લોકસભામાં હેટ્રીક મારવા માટે  ‘RAM’ પ્લાન તૈયાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. R એટલે RSS, A એટલે અયોધ્યા અને M એટલે મહિલા અને મુસ્લિમ.

14 જાન્યુઆરી પછી કમૂરતા ઉતરવાની સાથે ભાજપનું મિશન 2024 જોરમાં શરૂ થશે. મંગળવારે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ સચિવો સાથે બેઠક કરી હતી અને બુધવારે મોટા નેતાઓની અયોધ્યમાં બેઠક ચાલી રહી છે.

RSS ભાજપને પહેલેથી જ મદદ કરી રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને સફળ બનાવવમાં પણ RSSનો મોટો ફાળો છે.

અયોધ્યા તો ભાજપ માટે મોટી સંજીવની છે. જે રામ મંદિર માટે ભાજપે વર્ષોથી લડત આપી હતી અને હવે જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના દિવસે થવાની છે ત્યારે અયોધ્યાના મુદ્દાને કેશ કરવા માટે ભાજપે પુરો પ્રયાસ કર્યો છે. આખા દેશમાં અત્યારે રામ મય માહોલ બનાવવમાં ભાજપ સફળ રહ્યું છે.

મહિલા મતદારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાને જોઇને મત આપે છે અને મુસ્લિમ મતદારોને રીઝવવા માટે પણ ઉત્તર પ્રદેશમાં 15 તારીખે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp