ભાજપે કેમ કહ્યું- INDIA ગઠબંધનમાં નિકાહ અગાઉ જ તીન તલાક

PC: hindustantimes.com

ભારતીય જનતા પાર્ટી (BJP)એ રવિવારે વિપક્ષી એકતા પર મોટો કટાક્ષ કર્યો છે. કોંગ્રેસે છત્તીસગઢમાં પોતાની સરકારની નિંદા કરવાના એક દિવસ બાદ આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પલટવાર કર્યો અને તેમણે ગત શીલા દીક્ષિત સરકારના પ્રદર્શનની તુલના પોતાની સરકાર સાથે કરવાનો પડકાર આપ્યો. તેના પર વિપક્ષી જૂથ I.N.D.I.A. પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ઉલ્લેખ કરતા ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ એક્સ (પહેલા ટ્વીટર) પર લખ્યું કે, ‘નિકાહ અગાઉ તીન તલાક, કોંગ્રેસનું કહેવું છે કે, અમે દિલ્હીમાં આમ આદમી વિરુદ્ધ બધી સીટો પર ચૂંટણી લડીશું. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ નથી.

શહજાદ પૂનાવાલા અહીં જ ન રોકાયા. તેમણે કહ્યું કે, 'કોંગ્રેસ નેતા અનિલ ચૌધરીએ અરવિંદ કેજરીવાલને ભ્રષ્ટ બતાવ્યા. અરવિંદ કેજરીવાલે છત્તીસગઢમાં કોંગ્રેસના ભ્રષ્ટાચાર પર પ્રહાર કર્યો. ગૂંડુ રાવ બાદ પવન ખેડાએ દિલ્હી મોડલને પડકાર આપ્યો. અલ્કા લાંબાએ અરવિંદ કેજરીવાલને કહ્યા, આમ આદમી પાર્ટીના ઠગ. નિષ્કર્ષ: @amitshah હંમેશાં સાચા હોય છે. કામ પૂરું, મિત્રતા પૂરી.’ ગત દિવસોમાં લોકસભામાં દિલ્હી સેવા બિલ પર ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસને બતાવવા માગું છું કે આ બિલ પાસ થયા બાદ તેઓ (આમ આદમી અપાર્ટી) તમારી સાથે કોઈ ગઠબંધન કરવા જઈ રહ્યા નથી. તેમણે વિપક્ષી સાંસદો સાથે ગઠબંધન બાબતે નહીં, પરંતુ દિલ્હી બાબતે વિચારવાની અપીલ કરી.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સરકારી શાળાઓની ભયાનક સ્થિતિની નિંદા કર્યા બાદ કોંગ્રેસ તરફથી તીખી પ્રતિક્રિયા આવી. અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ શનિવારે રાયપુરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓ ગઠબંધન I.N.D.I.A.નો હિસ્સો છે, પરંતુ રાજ્ય સ્તર પર બંને વચ્ચે ખાઈ છે.

અરવિંદ કેજરીવાલની નિંદા પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના પ્રમુખ પવન ખેડાએ ટ્વીટ કરી કે, રાયપુર કેમ જઈએ? અમારી છત્તીસગઢ સરકારના પ્રદર્શનની તુલનાઆ ગત રમણ સિંહ સરકાર સાથે કરવામાં આવશે. આવો આપણે પોતાની પસંદનું એક ક્ષેત્ર પસંદ કરીએ અને દિલ્હીમાં કોંગ્રેસ વર્સિસ પોતાની સરકારના પ્રદર્શનની તુલના કરીએ. અમે બહેસ માટે તૈયાર છીએ. પવન ખેડાએ કહ્યું કે, રાયપુર માટે ઉડાણ ભરવા અગાઉ દિલ્હીની જમીની સ્થિતિ બાબતે વાત કરીએ, જ્યાં આખું શહેર રસાતળમાં જઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp