BJP લીડની વાત કરે છે તો પછી ઉમેદવારો ચૂંટણી લડવાની કેમ ના પાડે છે?: શક્તિસિંહ

PC: twitter.com

લોકસભા 2024ની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે અને ગુજરાતમાં પાર્ટીઓ સૌરાષ્ટ્ર તરફ વધારે ફોકસ કરી રહી છે. ભાજપ- કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ધાડે ધાડા સૌરાષ્ટ્રમાં ઉતરી રહ્યા છે.રાજકોટની મુલાકાતે ગયેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતમાં ભાજપ સામે નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ ગુજરાતમાં 5 લાખની લીડની વાત કરે છે તો તેમના ઉમેદવારો ચૂંટણી લડવાની કેમ ના પાડે છે? ગોહિલનો ઇશારો વડોદરા અને સાબરકાંઠાની બેઠક પરથી ઉમેદવારોએ અનિચ્છા દર્શાવી તેની પર હતો.

શક્તિસિંહ ગોહિલે સવાલ કર્યો કે જો પુરુષોત્તમ રૂપાલા મજબુત છે તો પછી તેમને અમરેલીથી કેમ ન ઉતારવમાં આવ્યા? ગોહિલે કહ્યું કે, રૂપાલા અમરેલીથી લડ્યા હતે તો પ્રજા તેમનું માથું વધેરી લેતે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ગોહિલે કહ્યું કે, કોંગ્રેસમાં કોઇ ગુંચવાડો નથી. ગુંચવાડો છે તો ભાજપમાં છે. તેમણે કહ્યું કે, જો તમે 5-5 લાખની લીડથી જીતવાની વાત કરો છો તો પછી ઉમેદવારોને કેમ પ્રેસર કરીને બોલાવડાવો છે કે, મારે ચૂંટણી નથી લડવી.

શક્તિસિંહે દાવો કર્યો કે બનાસકાંઠા, પાટણ, વલસાડ, જામનગર અમરેલી બેઠક પરથી અમને લોકોની આર્શાવાદ મળી રહ્યા છે.

કોંગ્રેસમાં જૂથવાદ હોવાના સવાલ પર શક્તિસિંહે કહ્યું કે, કોંગ્રેસમાં જૂથવાદ છે જ નહીં. કોંગ્રેસ એવા જ ઉમેદવારને ટિકિટ આપશે જે સક્ષમ અને મજબુત હષે. અમે કોઇ પણ બેઠક પર ઉતાવળથી નિર્ણય કરતા નથી.

ગોહિલે કહ્યું કે, સોશિયલ મીડિયા પર કોંગ્રેસનો કોઇ પણ કાર્યકર શિસ્તનું ઉલ્લંઘન કરશે તો તેમની પાસે કડક પગલાં લેવામાં આવશે. કોઇ પણ મોટો નેતા હશે તો પણ છોડવામાં નહીં આવે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના નિવેદન પર સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે જવાબ આપતા કહ્યું હતું કે, શક્તિસિંહ ગોહિલ રૂપાલાને આયાતી ઉમેદવાર કહી રહ્યા છે. તો તમે પણ ભાવનગરથી કચ્છ લડવા માટે ગયા હતા તેનું શું? ભાજપના પ્રવક્તાએ આગળ કહ્યું કે, તમારા નેતા રાહુલ ગાંધી છેક અમેઠીથી કેરળના વાયનાડ સુધી લડવા માટે ગયા છે તેનું શું? અમારા નેતા રૂપાલાના તો અમરેલીથી માત્ર 100 કિ.મી દુર રાજકોટમાં ચૂંટણી લડવા ગયા છે.

લોકસભાની ચૂંટણીનું મતદાન શરૂ ન થાય ત્યાં સુધી બધી રાજકીય પાર્ટીઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરતા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp