કોંગ્રેસ નેતા કહે- PMને ચંદ્ર સપાટીનું નામ રાખવાનો અધિકાર કોણે આપ્યો? વિશ્વ હસશે

PC: indiatoday.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગ્રીસ પ્રવાસ પરથી ફર્યા બાદ બેંગ્લોરમાં ISROના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરીને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન વૈજ્ઞાનિકોને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલીક મહત્ત્વની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, ચંદ્રની જે સપાટી પર ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ઉતર્યું છે, તેનું નામ હવે શિવશક્તિ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જાહેરાતથી કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું કે, આપણે એ લેન્ડિંગ પોઇન્ટના માલિક નથી જે નામ રાખી દઈએ.

એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા રાશિદ અલ્વીએ કહ્યું કે, ‘નરેન્દ્ર મોદીજીને એ અધિકાર કોણે આપ્યો કે તેઓ ચંદ્રમાની સપાટીનું નામ રાખે? એ હાસ્યાસ્પદ છે. આ નામકરણ બાદ આખું વિશ્વ આપણને હસશે. ચંદ્રમાની એ જગ્યા પર લેન્ડિંગ થઈ એ ખૂબ સારી વાત છે અને તેના પર આપણને ગર્વ છે, જેના પર કોઈને શંકા ન હોવી જોઈએ, પરંતુ આપણે ચંદ્રના માલિક નથી, એ લેન્ડિંગ પોઇન્ટના માલિક નથી. એમ કરવું ભાજપની આદત રહી છે. જ્યાથી તેઓ સત્તામાં આવ્યા છે નામ બદલવાની તેમની આદત રહી છે.

જ્યારે તમને પૂછવામાં આવ્યું કે, UPA શાસન દરમિયાન ચંદ્રયાન-1ની લેન્ડિંગ થઈ હતી, તો તેનું નામ જવાહર પોઈન્ટ રાખવામાં આવ્યું હતું, પરંતુ ભાજપ કહી રહી છે કે વડાપ્રધાને લેન્ડિંગ પોઈન્ટનું નામ અટલ બિહારી વાજપેયી કે પોતાના નામ પર ન રાખ્યું. તમારી સરકારે જવાહર પોઈન્ટ નામ રાખ્યું હતું કે, તેનો જવાબ આપતા રશીદ અલ્વીએ કહ્યું કે, જવાહરલાલ નહરુની તુલના તમે નહીં કરી શકો. આજે ISRO જે પણ છે તે પંડિત જવાહરલાલ નહરુના કારણે છે. વર્ષ 1962માં પંડિત નેહરુ અને વિક્રમ સારાભાઈએ ISROનો પાયો રાખ્યો હતો.

તમે કહી શકો છો કે, પંડિત જવાહરલાલ નેહરુ તેના ફાઉન્ડર હતા, એ બિલકુલ અલગ વાત હતી, પરંતુ મોદીજી તેનું રાજનીતિકરણ કરી રહ્યા છે. આ અગાઉ ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન માટે દેશ પહેલા આવે છે, જ્યારે કોંગ્રેસ માટે પરિવાર પહેલા આવે છે. ભાજપના પ્રવક્તા શાહજાદ પૂનાવાલાએ કહ્યું કે, જો UPA હોત તો તેનું નામ ગાંધી પરિવારના નામ પર થઈ જતું અને ચંદ્ર પર ઇન્દિરા પોઈન્ટ કે રાજીવ પોઇન્ટના નામની જાહેરાત થતી. ચંદ્રયાન-1ની જ્યાં લેન્ડિંગ થઈ હતી, કોંગ્રેસ સરકારે તેનું નામ જવાહર પોઈન્ટ રાખી દીધો.

આ અગાઉ બેંગ્લોરમાં ISRO વૈજ્ઞાનિકોને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણે ત્યાં પહોંચ્યા, જ્યાં કોઈ પહોંચ્યું નહોતું. આપણે એ કર્યું જે પહેલા ક્યારેય કોઈએ કર્યું નથી. મારી આંખો સામે 23 ઑગસ્ટનો એ દિવસ, તે એક એક સેકન્ડ વારંવાર ફરી રહી છે. જ્યારે ટચ ડાઉન કન્ફર્મ થયું તો જે પ્રકારે અહી ISRO સેન્ટરમાં, આખા દેશમાં લોકો ઊછળી પડ્યા, તે દૃશ્ય કોણ ભૂલી શકે છે. કેટલીક સ્મૃતિઓ અમર રહી જાય છે. એ પળ અમર થઈ ગઈ. ચંદ્રમાના જે હિસ્સા પર આપણું ચંદ્રયાન ઉતર્યું છે, ભારતે એ સ્થળનું પણ નામકરણ કરવાનો નિર્ણય લીધો છે. જે સ્થળે ચંદ્રયાન-3નું મૂન લેન્ડર ઉતર્યું છે, હવે એ પોઉન્ટને ‘શિવશક્તિ’ના નામથી ઓળખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp