ભાજપની મુસ્લિમ મતદારોનું જોર ધરાવતી 100 બેઠકો પર નજર, જાણો શું કરશે?

PC: economictimes.indiatimes.com

BJP આ લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતી અને ઐતિહાસિક જીત મેળવવાનો દાવો કરી રહી છે. PM નરેન્દ્ર મોદીએ પણ પાર્ટીના કાર્યકરો સમક્ષ BJP માટે 370 અને NDA ગઠબંધન માટે 400નો લક્ષ્યાંક રાખ્યો છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે, પાર્ટી પોતાનું સમર્થન વધારવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ આ ક્રમમાં, તે લઘુમતી સમાજને જોડવાના મિશનમાં પણ વ્યસ્ત છે.

BJP અલ્પસંખ્યક મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીએ તેમના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન મુસ્લિમ સમાજની સ્થિતિ બદલી છે, તેમને દુઃખમાંથી બહાર કાઢ્યા છે, તેમની શૈક્ષણિક, સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો કર્યો છે. તેના કારણે હવે મુસ્લિમ સમુદાય દેશના મુખ્ય પ્રવાહમાં જોડાઈ ગયો છે, તેમનો ડર ખતમ થઈ ગયો છે, તેમને ગુંડાગીરીથી આઝાદી મળી છે. કોંગ્રેસ, SP, BSP, RJD અને TMC જેવી પાર્ટીઓ હવે દેશના મુસ્લિમો સામે સંપૂર્ણ રીતે ખુલ્લી પડી ગઈ છે. તેમણે કહ્યું કે, મુસ્લિમ સમુદાય જે પ્રકારનો નેતા શોધી રહ્યો હતો, તે નેતા તેમને PM નરેન્દ્ર મોદીના રૂપમાં મળ્યા છે. તેમણે કહ્યું કે, પહેલીવાર કોઈ PM (નરેન્દ્ર મોદીએ) પસમાંદા સમુદાયને ભાગીદારી આપવાનું કામ કર્યું છે.

આ પ્રશ્નનો જવાબ આપતા BJP લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ કહ્યું કે, તેનું ટ્રેલર રામપુર અને આઝમગઢ (લોકસભા પેટાચૂંટણી)માં જોવા મળ્યું છે અને હવે દેશના મુસ્લિમો PM મોદીના નેતૃત્વમાં કામ કરવા માંગે છે. તેમણે કહ્યું કે PM મોદીએ મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવી અને મુસ્લિમ સમાજ ખાસ કરીને મુસ્લિમ બહેનોએ 'ના દૂરી હૈ ના ખાય હૈ, મોદી હમારા ભાઈ હૈ'ના નારા સાથે PM નરેન્દ્ર મોદી સાથે જોડાવવાનું શરૂ કર્યું છે.

અહીં તમને જણાવી દઈએ કે, BJP એ દેશભરમાં એવી 65 લોકસભા સીટો પસંદ કરી છે, જ્યાં મુસ્લિમ મતદારોની સંખ્યા 35 ટકાથી વધુ છે. આ 65 મુસ્લિમ પ્રભુત્વવાળી લોકસભા બેઠકોમાંથી, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 14 લોકસભા બેઠકો છે અને પશ્ચિમ બંગાળ બીજા સ્થાને છે, જ્યાં 13 લોકસભા બેઠકોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કેરળની 8, આસામની 7, જમ્મુ અને કાશ્મીરની 5, બિહારની 4, મધ્યપ્રદેશની 3 અને દિલ્હી, ગોવા, હરિયાણા, મહારાષ્ટ્ર અને તેલંગાણાની 2-2 બેઠકો આ યાદીમાં સામેલ છે.

જ્યારે, આ 65 લઘુમતી પ્રભુત્વવાળી બેઠકોની યાદીમાં તમિલનાડુની એક લોકસભા બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં ઘણી લોકસભા સીટ એવી પણ છે, જ્યાં મુસ્લિમ મતદારોની સંખ્યા 50 ટકાથી વધુ છે. આ 65 લોકસભા બેઠકો ઉપરાંત, દેશમાં લગભગ 35 થી 40 લોકસભા બેઠકો એવી છે, જ્યાં મુસ્લિમ મતદારો ભલે સંપૂર્ણ નિર્ણાયક ભૂમિકા ભજવતા નથી, પરંતુ જીત કે હારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

BJPએ આ 100 મુસ્લિમ બહુલ લોકસભા બેઠકો માટે ખાસ તૈયારીઓ કરી છે. આ બેઠકો પર લોકસભા પ્રભારીની સાથે સાથે, વિધાનસભા પ્રમાણે વિધાનસભા પ્રભારી, વિધાનસભા સહ-પ્રભારી અને 'મોદી મિત્રો'ની નિમણૂંક કરવામાં આવી છે.

BJP અલ્પસંખ્યક મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ જણાવ્યું હતું કે, મોરચો મુસ્લિમ સમુદાયના લોકો સાથે સતત સંપર્ક કરી રહ્યો છે અને તેમને PM નરેન્દ્ર મોદી સરકારની સિદ્ધિઓ પહોંચાડી રહ્યો છે. તેઓ PM મોદી સરકારની નીતિઓ, કાર્યક્રમો અને લોક કલ્યાણની યોજનાઓથી લઘુમતી સમુદાયના લોકોને શું લાભ મળ્યો છે, તેની માહિતી પણ આપી રહ્યા છે.

તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન, પાર્ટીના લઘુમતી મોરચાએ મુસ્લિમ સમુદાય સુધી પહોંચવા માટે ઘણા અભિયાનો શરૂ કર્યા છે. 'યુવા સ્નેહ સંવાદ', 'મહિલા સ્નેહ સંવાદ', 'મોદી સ્નેહ સંવાદ', 'સદભાવ સ્નેહ સંવાદ', 'બૂથ પ્રમુખ સ્નેહ સંવાદ' અને 'મોદી મિત્ર' જેવા કાર્યક્રમો દ્વારા મોરચો વિધાનસભા અને બૂથ સ્તરે પહોંચીને દેશભરમાં 22 હજાર 700 સંવાદ કાર્યક્રમો કર્યા. આ કાર્યક્રમો દ્વારા, BJPના કાર્યકરોએ દેશભરમાં 1,468થી વધુ વિધાનસભા ક્ષેત્રોને આવરી લીધા હતા અને મુસ્લિમ સમુદાયના 50 લાખથી વધુ લોકો સાથે સીધો સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું કે, દેશભરમાં મુસ્લિમ સમુદાયના 18 લાખ 400 લોકો 'મોદી મિત્ર' બન્યા છે. દરેક જિલ્લામાં સૂફી સમાજના લોકો પણ મોટા પાયે BJP સાથે જોડાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp