શું હકીકતમાં CM યોગીને હટાવવાની હતી તૈયારી? પુસ્તકમાં કરાયો મોટો ખુલાસો
લોકસભાની ચૂંટણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનો દરમિયાન વારંવાર દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ભારતીય જનતા પાર્ટી (BJP) સત્તામાં આવ્યા બાદ પદ પરથી હટાવી દેશે. જો કે, ભાજપે આ બધા દાવાઓને નકારી દીધા હતા. જો કે, હવે ફરી એક વખત યોગી આદિત્યનાથ ચર્ચાનો વિષય બન્યા છે. વર્ષ 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી અગાઉ જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને હટાવવાની પૂરી તૈયારી હતી.
આ વાતનો દાવો ઇન્ડિયન એક્સપ્રેસ સાથે જોડાયેલા વરિષ્ઠ પત્રકાર શ્યામલાલ યાદવે પોતાના પુસ્તક At the Heart Of Power: The Chirf Minister of Uttar Pradesh’માં કર્યો છે. શ્યામલાલ યાદવે પોતાના પુસ્તકમાં લખ્યું કે, ‘ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થવામાં માત્ર 9 મહિનાનો સમય બચ્યો હતો. એવામાં લખનૌ અને દિલ્હીના સ્તર પર ભાજપ-RSSના નેતાઓની ઘણા ચરણની મીટિંગ થઈ. એક સમયે તો એ બિલકુલ નક્કી થઈ ગયું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પદ પરથી હટાવી દેવામાં આવશે.
યોગી આદિત્યનાથના નેતૃત્વમાં કોઈ બદલાવ કરવામાં આવે એ અગાઉ ભાજપના હાઇકમાનને એ વાતનો આભાસ થઈ ગયો કે, જો ચાલુ સરકારમાં યોગી આદિત્યનાથને પદ પરથી હટાવી દેવામાં આવ્યા તો પાર્ટીને નુકસાન ઉઠાવવું પડશે. શ્યામલાલ યાદવે પોતાના પુસ્તકમાં યોગીને હટાવવા પાછળનું કારણ તો સ્પષ્ટ બતાવ્યું નથી, પરંતુ યોગી પર લખેલા 16 પાનાંમાં સરકારના વિરોધમાં જે વસ્તુ થઈ રહી હતી, તેનું વિવરણ જરૂર આપ્યું છે. ઉદાહરણ તરીકે તેમણે લખ્યું કે, એ સમયે યોગી આદિત્યનાથની નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સાથે મતભેદ વધી રહ્યા હતા.
જો કે, આ મામલે સંઘના નેતાઓએ દાખલઅંદાજી કરી અને જૂન 2021માં મુખ્યમંત્રી અચનક કેશવ પ્રસાદ મૌર્યને મળવા પહોંચી ગયા. આ મુલાકાતને સંબંધોમાં સુધાર તરીકે જોવામાં આવી. કેશવ પ્રસાદ મૌર્યને એપ્રિલ 2016માં ઉત્તર પ્રદેશના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને વર્ષ 2017માં જ્યારે ભાજપ જીતી તો મુખ્યમંત્રીની રેસમાં તેમનું નામ પણ સામેલ હતું, પરંતુ ભાજપમાં હાઇકમાને કેશવ પ્રસાદ મૌર્યની જગ્યાએ યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશની કમાન સોંપી દીધી. એ સમયથી બંને વચ્ચે મતભેદ ઉત્પન્ન થવા લાગ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp