આ રાજ્યમાં ચૂંટણી લડ્યા વિના જ 70 ટકા સીટો પર થઇ ગઇ BJPની જીત! જાણો કેવી રીતે
ત્રિપુરામાં સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP)એ ફરી એક વખત જીતનું બ્યૂગલ ફૂંકી દીધું છે. રાજ્યમાંઆ 3 ચરણોમાં થયેલી પંચાયત ચૂંટણીમાં ભાજપે 70 ટકા સીટો બિનહરીફ જીતી લીધી છે. ચૂંટણી અધિકારીએ જાણકારી આપતા જણાવ્યું કે, ગ્રામ પંચાયાતમાં કુલ 6889 સીટો છે, જેમાં ગ્રામ પંચાયતો, પંચાયત સમિતિઓ અને જિલ્લા પરિષદો સામેલ છે, જેમાંથી ભાજપે 4805 સીટો બિનહરીફ જીતીને કબજો કરી લીધો છે.
રિપોર્ટ મુજબ, ત્રિપુરાની ગ્રામ પંચાયતોમાં ભાજપે કુલ 6370 સીટોમાંથી 4550 સીટો બિનહરીફ જીતી લીધી છે એટલે કે 71 ટકા સીટો પર હવે મતદાન નહીં થાય. આ દરમિયાન રાજ્ય ચૂંટણી પંચના સચિવ આસિત કુમાર દાસે જણાવ્યું કે, જે 1819 ગ્રામ પંચાયત સીટો પર મતદાન થશે. તેમાંથી ભાજપે 1809 સીટો પર ઉમેદવાર ઉતાર્યા છે, જ્યારે MKPએ 1222 સીટો પર અને કોંગ્રેસે 731 સીટો પર ઉમેદવાર ઉતાર્યા છે. રાજ્ય ચૂંટણી પંચના સચિવ આસિત કુમાર દાસનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની સહયોગી ટિપરા મોથાએ 138 સીટો પર ઉમેદવાર ઊભા કર્યા છે.
તેમણે કહ્યું કે, પશ્ચિમી ત્રિપુરા જિલ્લાના મહેશખલા પંચાયતની એક સીટ પર તાત્કાલિક ચૂંટણી નહીં થાય, જ્યાં ભાજપના ઉમેદવારનું મોત થઇ ગયું હતું. દાસે કહ્યું કે, પંચાયત સમિતિઓમાં ભાજપે કુલ 423 સીટોમાંથી 235 સીટો કે 55 ટકા સીટો બિનહરીફ જીતી લીધી. જો કે, હવે 188 સીટો માટે મતદાન થવાનું બાકી છે. આસિત કુમાર દાસે કહ્યું કે, ભાજપે બધી 188 સીટો પર ઉમેદવાર ઊભા કર્યા છે, જ્યારે MKPએ 148 અને કોંગ્રેસે 98 સીટો પર ઉમેદવાર ઊભા કર્યા છે.
એ સિવાય રાજ્યમાં ભાજપની સહયોગી પાર્ટી ટીપરા મોથાએ 11 સીટો પર ઉમેદવાર ઊભા કર્યા છે. ભાજપે 116 જિલ્લા પરિષદ સીટોમાંથી 20 પર બિનહરીફ જીત હાંસલ કરી, જે લગભગ 17 ટકા છે. ભાજપે બધી 96 જિલ્લા પરિષદ સીટો પર પોતાના ઉમેદવાર ઊભા કર્યા છે, જ્યાં મતદાન થશે, જ્યારે MKPએ 81 અને કોંગ્રેસે 76 સીટો પર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જેમાં નામ પાછું લેવાની છેલ્લી તારીખ 22 જુલાઇ હતી, જ્યારે મતદાન આગામી 8 ઑગસ્ટે થશે. સાથે જ મતગણતરી 12 ઑગસ્ટે થશે. જો કે, ગત ચૂંટણીઓમાં ભાજપે ત્રિસ્તરીય પંચાયત પ્રણાલીમાં 96 ટકા સીટો બિનહરીફ જીતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp