લોકસભાવાળી ભૂલ કરતા બચી રહી છે BJP, કાર્યકર્તાઓ પાસે જ માગ્યા પસંદગીના 3 નામ

PC: hindustantimes.com

2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ઝટકો લાગવા પાછળ એક કારણ ઉમેદવારોની પસંદગી પણ માનવામાં આવી રહી હતી. પાર્ટીના આંતરિક રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું હતું કે ભાજપે ઘણા એવા ચહેરાઓને રીપિટ કર્યા હતા, જેનાથી જનતા નારાજ હતી. તેનું પરિણામ ઘણી સીટો પર હાર તરીકે નજરે પડ્યું. હવે ભાજપ ઉમેદવારોની પસંદગીમાં નવો પ્રયોગ કરી છે અને સીધા સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓને આ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવી રહ્યા છે. ભાજપે રવિવારે હરિયાણામાં જિલ્લા સ્તર પર સર્વે કરાવ્યો. જિલ્લા મુખ્યાલયોમાં મતદાન કરાવ્યું, જેમાં સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓને પોતાની પસંદના 3 નામ લખીને આપવા કહેવામાં આવ્યું હતું.

તેના માટે પાર્ટીએ રાજ્ય એકાઈ, જિલ્લા, મંડળ અને તમામ મોરચાના નેતાઓને બોલાવ્યા હતા. એ સિવાય પૂર્વ ધારાસભ્ય, સાંસદ અને સ્થાનિક સંસ્થાઓમાં પ્રતિનિધિઓએ પણ વોટ નાખ્યા. આ નેતાઓને પૂછવામાં આવ્યું કે તેઓ બતાવે કે પોતાના વિધાનસભા ક્ષેત્રમાં તમે કયા નેતાને ટિકિટના દાવેદાર માને છે. આ લોકોને એક સ્લીપ આપવામાં આવી હતી, જેમાં 3 નામ ભરવાની જગ્યા હતી. આ સ્લીપોમાં 3 નામ ભર્યા બાદ તેને બોક્સમાં નાખી દેવામાં આવી. ભાજપના એક નેતાએ જણાવ્યું કે, એવું એટલે કરવામાં આવ્યું જેથી કાર્યકર્તાઓને ભરોસામાં લઈ શકાય. તેઓ પોતાની પાર્ટીની રણનીતિમાં સામેલ માનીને ચાલે અને ચૂંટણીમાં સારી મહેનત કરે.

આ પ્રક્રિયા બધા જિલ્લાઓમાં અપનાવવામાં આવી. પાર્ટીએ જિલ્લા મુખ્યાલયો પર મતદાન કરાવ્યું અને વિસ્તારની બધી સીટોને લઈને એ એક પ્રકારનો આંતરિક સર્વે પણ હતો. આ દરમિયાન ચૂંટણી પ્રભારીઓની પણ ઉપસ્થિતિ રહી. ભાજપ નેતાઓએ કહ્યું કે હરિયાણાની બધી 90 સીટો પર કાર્યકર્તાઓના મંતવ્ય લેવામાં આવ્યા છે. ભાજપ એકલી જ બધી સીટો પર ઉતરવા જઇ રહી છે અને તેનું JJP સાથે ગઠબંધન તૂટી ચૂક્યું છે. ગત વખત પણ આ ગઠબંધન ચૂંટણી બાદ જ બન્યું હતું કેમ કે પહેલા ભાજપ એકલાએ જ ચૂંટણીમાં ઉતરી હતી, પરંતુ પૂર્ણ બહુમત ન મળવા પર ગઠબંધન સરકાર બનાવવામાં આવી હતી.

સર્વે દરમિયાન કાર્યકર્તાઓએ ઉમેદવાર માટે પસંદના 3 નામ તો ગણાવ્યા જ. તેની સાથે વિસ્તારની કેટલીક સમસ્યાઓ પણ ગણાવી, જેમના સમાધાનની આશા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સર્વેના આધાર પર જ ચૂંટણી રણનીતિ તૈયાર થશે. આ સર્વેનું કારણ એ પણ છે કે, તેનાથી જાણી શકાય કે લોકોને કયા નેતા પસંદ છે અને કોનાથી તેઓ નારાજ છે. ઉલ્લેખનીય છે કે પાર્ટીમાં ટિકિટના દાવેદારોની લાંબી લીસ્ટ છે. એવામાં તેમની સ્ક્રિનિંગ માટે પાર્ટીએ એક રીત શોધી કાઢી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp