કોણ છે ભર્તૃહરિ મહતાબ? રાષ્ટ્રપતિ મુર્મૂએ બનાવ્યા લોકસભાના પ્રોટેમ સ્પીકર
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુરુવારે સંવિધાન અનુચ્છેદ 95(1) હેઠળ ભારતીય જનતા પાર્ટી (BJP)ના લોકસભાના સાંસદ ભર્તૃહરિ મહતાબની લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરણી કરી છે. પ્રોટેમ સ્પીકર લોકસભાના અધ્યક્ષની ચૂંટણી સુધી તેમના કર્તવ્યોનું નિર્વહન કરશે. ભર્તૃહરિ મહતાબની વાત કરીએ તો તેઓ ઓરિસ્સાના કટક સીટથી 7 વખતના લોકસભાના સાંસદ છે. આ વર્ષે ઓરિસામાં બીજૂ જનતા દળ (BJD)ને મોટો ઝટકો આપતા ભર્તૃહરિ મહતાબે પાર્ટીની પ્રાથમિક સભ્યતા પદ પરથી પોતાનું રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં સામેલ થઈ ગયા હતા.
સંસદની દલીલોમાં પ્રશંસનીય પ્રદર્શન માટે ભર્તૃહરિ મહતાબને વર્ષ 2017માં સતત 4 વર્ષો સુધી સાંસદ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે, અસ્થાયી લોકસભા અધ્યક્ષની સહાયતા પીઠાસીન અધિકારીઓની એક પેનલ જાહેર કરશે, જેમાં કોંગ્રેસ નેતા કે. સુરેશ, DMK નેતા ટી.આર. બાલુ, ભાજપના રાધા મોહન સિંહ અને ફગ્ગન સિંહ કુલસ્તે તેમજ તૃણમૂલ કોંગ્રેસના નેતા સદીપ બંદોપાધ્યાય સામેલ છે.
ભર્તૃહરિ મહતાબ લોકસભાની ચૂંટણી અગાઉ બીજૂ જનતા દળ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા હતા. 18મી લોકસભ્યનું પહેલું સત્ર 24 જૂનથી શરૂ થશે. નવા ચૂંટાયેલા સભ્ય 24-25 જૂને શપથ લેશે. લોકસભાના અધ્યક્ષની ચૂંટણી 26 જૂને થશે. પ્રોટેમ સ્પીકર એ વ્યક્તિ હોય છે, જેમને સંસદમાં અસ્થાયી રૂપે અધ્યક્ષના રૂપમાં કાર્ય કરવા માટે નિમણૂક કરવામાં આવે છે. સામાન્ય રીતે આ નિમણૂક ત્યારે કરવામાં આવે છે જ્યારે નિયમિત અધ્યક્ષ કે સ્પીકરની ચૂંટણી થતી નથી કે કોઈ કારણવશ તેઓ ઉપસ્થિત હોતા નથી.
પ્રોટેમ સ્પીકરનું મુખ્ય કાર્ય નવા સભ્યોને શપથ અપાવવાનું અને નવા સ્પીકરની ચૂંટણી પ્રક્રિયાને સંચાલિત કરવાનું હોય છે. પ્રોટેમ સ્પીકર સામાન્ય રીતે સૌથી વરિષ્ઠ સભ્ય કે સૌથી વધુ અનુભવવાળા સભ્યને બનાવવામાં આવે છે, પ્રોટેમ સ્પીકરની ભૂમિકા અસ્થાયી હોય છે અને નવા સ્પીકરની ચૂંટણી બાદ તેમની જવાબદારી સમાપ્ત થઈ જાય છે. તેમના કાર્યોમાં નિષ્પક્ષતા અને તટસ્થતાની અપેક્ષા કરવામાં આવે છે જેથી નવા સ્પીકરની ચૂંટણી સુચારું અને નિષ્પક્ષ થઈ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp