રાજદીપ સરદેસાઇ પર BJP નેતા શાજિયા ઇલ્મીએ કેસ કેમ કરી દીધો? જાણો મામલો
ટીવી ડિબેટ શૉથી શરૂ થયેલી વાત હવે કોર્ટમાં દલીલ સુધી પહોંચી ગઇ છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા શાજિયા ઇલ્મીએ વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઇ પર માનહાનિનો કેસ કરી દીધો છે. શાજિયા ઇલ્મીએ દિલ્હી હાઇ કોર્ટમાં સરદેસાઇ વિરુદ્ધ અરજી દાખલ કરી છે. શાજિયા ઇલ્મીનો આરોપ છે કે સરદેસાઇએ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પત્રકારને ગાળો આપવાનો ખોટો આરોપ લગાવ્યો, તેમના કારણે હવે અપશબ્દ કહેવામાં આવી રહ્યા છે અને ટ્રોલિંગ થઇ રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોડાની બેન્ચે સરદેસાઇ અને ચેનલના પૂરા (અસંપાદિત) વીડિયો સોમવાર સુધી કોર્ટને સોંપવા કહ્યું છે. કેસની આગામી સુનાવણી મંગળવારે થશે. સરદેસાઇના વકીલ તરફથી એમ કહેવા પર કે તેમને અરજીની કોપી મળી નથી. કોર્ટે શાજિયા ઇલ્મીના વકીલને ઉપલબ્ધ કરાવવા કહ્યું. શાજિયા ઇલ્મી તરફથી ઉપસ્થિત થયેલા વકીલ નતાશા ગર્ગે કહ્યું કે, વીડિયો અત્યારે પણ ઓનલાઇન છે અને લોકો તેમની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી રહ્યા છે.
તેમણે કોર્ટને અપીલ કરી કે સરદેસાઇને એ નિર્દેશ આપવામાં આવે કે જ્યાં સુધી સુનાવણી થતી નથી, તેઓ પોસ્ટને પ્રાઇવેટ રાખે. જો કે, કોર્ટે હાલમાં કોઇ આદેશ પાસ કરવાનો ઇનકાર કરતા કેસને મંગળવારે સૂચિબદ્ધ કરવા કહ્યું. આખા વિવાદની શરૂઆત 26 જુલાઇએ થઇ. ટીવી ચેનલ પર કારગિલ વિજય દિવસને લઇને એક ડિબેટ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અગ્નિવીર યોજના પર પણ ચર્ચા થઇ. આ દરમિયાન રાજદીપ સરદેસાઇ અને શાજિયા ઇલ્મી વચ્ચે તીખી દલીલ થઇ ગઇ.
આ દરમિયાન શાજિયા ઇલ્મી શૉ વચ્ચે જ છોડીને ઉઠી ગયા. એ રાત્રે શાજિયા ઇલ્મીએ X પર એક પોસ્ટના માધ્યમથી સરદેસાઇ પર તેમનો અવાજ ઓછો કરવાનો આરોપ લગાવ્યો. આગામી દિવસે સવારે સરદેસાઇએ એક વીડિયો એક્સ હેન્ડલ પર શેર કર્યો અને આરોપ લગાવ્યો કે શાજિયા ઇલ્મીએ પોતાના ઘરમાં ઉપસ્થિત ચેનલના પત્રકારને ગાળો આપી. ત્યારબાદ શાજિયા ઇલ્મીએ કેટલાક વીડિયો જાહેર કરતા કહ્યું હતું કે શૉ પૂરો થયા બાદ પણ કેમેરામેને રેકોર્ડિંગ ચાલુ રાખ્યું જે ગોપનિયતાનું ઉલ્લંઘન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp