BMW સાથે ફોટો જોઇને છોકરાને સમજી બેઠી કરોડપતિ, લગ્ન બાદ પોલ ખૂલી તો..
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહી સોશિયલ મીડિયા પર છોકરનો ફોટો BMW સાથે જોઇને એક છોકરીએ તેની સાથે દોસ્તી કરી. થોડા જ દિવસોની વાતચીત બાદ બંનેનો પ્રેમનો પારો ચઢવા લાગ્યો. વાત લગ્ન સુધી પહોંચી ગઇ, પરંતુ લગ્ન બાદ જ્યારે છોકરી સાસરે પહોંચી તો તેના હોશ ઊડી ગયા. કેમ કે છોકરીને ખબર પડી કે છોકરો (પતિ) સામાન્ય પરિવારથી છે અને ન તો તેની પાસે BMW છે અને ન તે વિદેશમાં નોકરી કરે છે.
આ છેતરપિંડી બાદ કન્યા પક્ષે વર પક્ષના લોકો વિરુદ્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી દીધી. આ મામલો હવે ચર્ચાનો વિષય બન્યો છે. છોકરો મધ્ય પ્રદેશના ગ્વાલિયરનો રહેવાસી અને છોકરી આગ્રાની રહેવાસી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી બંનેમાં મિત્રતા થઇ હતી. પછી ફોન અને વીડિયો કોલ થવા લાગ્યા. ત્યારબાદ તેના લગ્ન થઇ ગયા.
લગ્ન અગાઉ છોકરાએ જણાવ્યું હતું કે તેની પાસે BMW છે અને તે કેનેડામાં જોબ કરે છે. સેલેરી 3 લાખ રૂપિયા પર મંથ બતાવી હતી. સોશિયલ મીડિયા અકાઉન્ટ્સમાં તેના લક્ઝરી ગાડીઓ સાથે ફોટા પણ નાખી રાખ્યા હતા. એવામાં છોકરીને લાગ્યું કે તે સાચું બોલી રહ્યો છે. છોકરીને છોકરાની વાતો પર ભરોસો થઇ ગયો અને તેને લાગ્યું કે, લગ્ન બાદ તેનું જીવન આરામથી વીતી જશે. બંનેના પરિવારજનોની સહમતી બાદ 8 મહિના અગાઉ કપલે લગ્ન કરી લીધા.
લગ્ન બાદ યુવતી ગ્વાલિયર પોતાના સાસરે પહોંચી તો છોકરાના દેખાડાની કહાની નકલી નીકળી. હકીકત સામે આવ્યા બાદ છોકરો વિદેશમાં કામ કરવાનું બહાનું બનાવીને ભાગી ગયો. તો છોકરી થોડા દિવસ તો સાસરામાં રહી, પરંતુ આખરે પિયર જતી રહી. પિયર પહોંચ્યા બાદ પોતાની સાથે થયેલા ફ્રોડ પર તેણે સદર બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીને કેસ નોંધાવી દીધો. પોલીસે વિવાદને લઇને પરામર્શ કેન્દ્ર મોકલી દીધો. પરામર્શ કેન્દ્રમાં છોકરીને કાઉન્સિલર ડૉ. અમિત ગૌડને સ્પષ્ટ કરી દીધું કે તે હવે છોકરા સાથે રહેવા માગતી નથી. હાલમાં કાઉન્સિલરે આ કેસમાં આગામી તારીખ આપી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp