ચિલ્કા તળાવમાં રસ્તો ભૂલી ગઈ પરસોત્તમ રૂપાલાની બોટ, 2 કલાક ફસાઈ રહ્યા મંત્રી

PC: news18.com

કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપલાને લઈ જઇ રહેલી નાવ ઓરિસ્સાના ચિલ્કા તળાવમાં રવિવારે લગભગ 2 કલાક સુધી ફસાઈ રહી હતી. એક અધિકારીએ આ જાણકારી આપી છે. શરૂઆતમાં માનવામાં આવી રહ્યું હતું કે નાવમાં માછીમારો દ્વારા નાખવામાં આવેલી જાળના કારણે ફસાઈ ગઈ છે, પરંતુ ત્યારબાદ કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, તેમની નાવ રસ્તો ભટકી ગઈ હતી. જેવી જ આ ઘટના સામે આવી તો પ્રશાસને અન્ય એક નાવ મોકલી, જેમાં કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રીને ત્યાંથી કાઢી લેવામાં આવ્યા અને તેમને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવામાં આવ્યા.

પરસોત્તમ રૂપાલા સાથે ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય પ્રવક્તા સાબિત પાત્રા અને પાર્ટીના અન્ય સ્થાનિક નેતા પણ ઉપસ્થિત હતા. આ ઘટના એ સમયે થઈ જ્યારે મંત્રી પરસોત્તમ રૂપાલા ખુર્દા જિલ્લાના બારકુલથી પોતાની યાત્રા શરૂ કરી અને પૂરી જિલ્લાના સતપાડા જઇ રહ્યા હતા. પરસોત્તમ રૂપાલાના કાફલામાં ડ્યૂટી પર ઉપસ્થિતિ એક સુરક્ષા અધિકારીએ કહ્યું કે, નલબાના પક્ષી અભયારણ્ય પાસે તળાવ વચ્ચે મોટર ચાલિત નાવ લગભગ 2 કલાક સુધી ફસાઈ રહી.

ત્યારબાદ પરસોત્તમ રૂપાલાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘મંત્રીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, અંધારું થઈ ગયું હતું અને નાવ ચલાવી રહેલા નાવિકને પણ રસ્તાની જાણકારી નહોતી એટલે રસ્તો ભટકી ગયા. અમને સતપાડા પહોંચવામાં 2 કલાક કરતા વધુ સમય લાગ્યો. પ્રશાસને તાત્કાલિક સતપાડાથી વધુ એક નાવ મોકલી જેમાં મંત્રી અને અન્ય સહયોગી ગંતવ્ય સુધી પહોંચવા માટે સવાર થઈ ગયા.’

પરસોત્તમ રૂપાલા કૃષ્ણપ્રસાદ વિસ્તારની પાસે એક કાર્યક્રમમાં સામેલ થવાના હતા. જો કે, આ ઘટનાક્રમ સામે આવ્યા બાદ અંતિમ સમયે તેને રદ્દ કરી દેવામાં આવ્યો. અધિકારીએ જણાવ્યું કે, રૂપાલા રાત્રે લગભગ 10:00 વાગ્યે પૂરી પહોંચ્યા. કેન્દ્રીય મંત્રી ‘સાગર પરિક્રમા’ કાર્યક્રમના 11માં ચરણ હેઠળ માછીમારો સાથે વાતચીત કરવા માટે ઓરિસ્સાના પ્રવાસે છે. તેમ પહેલા દિવસે તેમને ગંજમ જિલ્લાના ગોપાલપુર બંદરગાહમાં કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp