13 વર્ષ સુધી બહિષ્કાર, આ પૂર્વ મહિલા કમાન્ડરે પહેલી વાર કર્યું મતદાન, હવે...

PC: aajtak.in

દેશમાં છત્તીસગઢ રાજ્યમાં સૌથી વધુ નક્સલ પ્રભાવિત છે, જ્યાં આજે વિધાનસભાની ચૂંટણી મત મતદાન થઇ રહ્યું છે. રાજ્ય સરકારની સારી યોજનાના કારણે ત્યાં ઘણા નક્સલી હિંસા છોડીને મુખ્યધારા સાથે જોડાયા છે. એવું જ એક નામ છે અમદાઇ એરિયા કમિટીની પૂર્વ મહિલા કમાન્ડર સુમિત્રા સાહૂ, જેણે હિંસા છોડીને દેશ અને રાજ્યના લોકતાંત્રિક વ્યવસ્થામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ત્યાં થઇ રહેલી ચૂંટણીમાં પહેલી વખત મતદાન કર્યું છે.

સુમિત્રા સાહૂએ 13 વર્ષ સુધી ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આત્મસમર્પણ બાદ સુમિત્રા સાહૂ ન માત્ર સમાજની મુખ્યધારા સાથે જોડાઇ, પરંતુ હવે આરક્ષક બનીને નક્સલીઓ સામે મોરચો લઇ રહી છે. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં પહેલા ચરણનું મતદાન માટે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. થ્રી લેયરનો સુરક્ષા ઘેરો બનાવવામાં આવ્યો છે, જેના માટે 60 હજાર જવાન તૈનાત કરવામાં આવ્યા છે.

પહેલા ચરણમાં 10 નક્સલ પ્રભાવિત વિધાનસભા સીટો પર મંગળવારે મતદાન થઇ રહ્યું છે. બસ્તરમાં 3 લેયરની સુરક્ષા વ્યવસ્થામાં મતદાન કરાવવામાં આવશે. 12 વિધાનસભા ક્ષેત્રોવાળા બસ્તર વિભાગમાં સુરક્ષિત મતદાન માટે લગભગ 60 હજાર સુરક્ષાકર્મી તૈનાત કરવામાં આવ્યા છે. તેમાં CRPF, BSF, ITBP, CISFના 40 હજાર અને રાજ્ય પોલીસના 20 હજાર જવાન સામેલ છે. નક્સલ વિરોધી એકાઇના જવાન અને મહિલા કમાન્ડો પણ ચૂંટણીનો હિસ્સો હશે.

નક્સલ પ્રભાવિત વિસ્તારોને છોડીને બસ્તર જિલ્લાની 3 વિધાનસભા જગદલપુર, બસ્તર અને ચિત્રકોટ વિધાનસભા સીટો પર સવારે 8-5 વાગ્યા સુધી મતદાન થશે. સુરક્ષા કારણોથી વિભાગની 5 વિધાનસભા ક્ષેત્રોના 149 મતદાન કેન્દ્રોને પોલીસ સ્ટેશનની નજીક અને સુરક્ષા શિબિરોમાં સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણીના પહેલા ચરણમાં પોલીસ અને અર્ધસૈનિક બળોની સખત સુરક્ષા વચ્ચે મંગળવારે સવારે મતદાન શરૂ થયું. ક્ષેત્રમાં શાંતિપૂર્ણ મતદાન માટે પેટ્રોલિંગ દરમિયાન સુકમા જિલ્લામાં નક્સલીઓ દ્વારા કરવામાં આવેલી બારૂદી સુરંગ વિસ્ફોટમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ (CRPF)ના એક કમાન્ડો ઇજાગ્રસ્ત થઇ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp