રશિયાથી આવ્યા છે બ્રાહ્મણ, ત્યાં જ ભગાવી દેવા જોઈએ-નેતાનું વિવાદિત નિવેદન-

PC: indiatoday.in

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પૂર્વ ધારાસભ્યએ બ્રાહ્મણોને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, બ્રાહ્મણ મૂળ રૂપે ભારતના નથી. બધા બ્રાહ્મણ રશિયાથી ભારત ભાગીને આવ્યા છે. તેમના આ નિવેદન બાદ હવે હોબાળો મચી ગયો છે. રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય સચિવ અને પૂર્વ ધારાસભ્ય યદુવંશ કુમાર યાદવે શનિવારે સુપૌલ પાર્ટી કાર્યકર્તાઓની બેઠકને સંબોધિત કરતા દાવો કર્યો કે, બ્રાહ્મણ મૂળ રૂપે રશિયા અને અન્ય યુરોપીય દેશોના રહેવાસી છે અને ભારત આવીને વસી ગયા છે.

તેમણે કહ્યું કે, યાદવ સમાજ મૂળ રૂપે ભારતનો છે. DNA તપાસથી ખબર પડી કે કોઈ પણ બ્રાહ્મણ આ દેશનો નથી અને તેઓ રશિયા અને અન્ય યુરોપીય દેશોથી અહી આવીને વસી ગયા છે. બ્રાહ્મણ આપણને વિભાજિત કરવા અને શાસન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણે તેમને અહીથી ભગાવી દેવા જોઈએ. રાષ્ટ્રીય જનતા દળના નેતાના આ વિવાદિત નિવેદન બાદ મહાગઠબંધનમાં તેમની સહયોગી પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU) પ્રવક્તા અભિષેક કુમાર ઝાએ કહ્યું કે, રાષ્ટ્રીય જનતા દળના નેતા મીડિયામાં બન્યા રહેવા માટે આ પ્રકારની નિવેદનબાજી કરે છે.

તેમણે કહ્યું કે, શું પરશુરામ રશિયાથી આવ્યા હતા કે કોઈ અન્ય દેશથી? એવી વાહિયાત ટિપ્પણીઓ રાષ્ટ્રીય જનતા દળના નેતા માત્ર મીડિયામાં બન્યા રહેવા માટે કરે છે. રાષ્ટ્રીય જનતા દળના એવા નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. એવા નિવેદનોથી રાષ્ટ્રીય જનતા દળના નેતા મહાગઠબંધનની છબીને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. ભારતીય જનતા દળ (BJP)ના ધારાસભ્ય નીરજ કુમાર બબલૂએ કહ્યું કે, મને લાગે છે કે રાષ્ટ્રીય જનતા દળના નેતાની માનસિક સ્થિતિ અસ્થિર છે.

આ ક્ષેત્રથી સંબંધ રાખનારા રાષ્ટ્રીય જનતા દળના નેતા મનોજ ઝા અને જનતા દળ યુનાઈટેડના નેતા સંજય ઝાએ એ બતાવવું જોઈએ કે બ્રાહ્મણ મૂળ રૂપે દેશના છે કે કોઈ અન્ય જગ્યાથી આવ્યા છે? આ અગાઉ સમાજવાદી પાર્ટી (SP) નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું હું કે, કરોડો લોકો રામચરિતમાનસને નથી વાંચતા, બધુ બકવાસ છે. આ તુલસીદાસે પોતાની ખુશી માટે લખ્યું છે. સરકારે તેને ધ્યાનમાં લેતા રામચરિતમાનસમાંથી જે આપત્તિજનક અંશ છે તેને બહાર કરવા જોઈએ કે આખા પુસ્તક પર જ પ્રતિબંધ લગાવી દેવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp