પ્રેમ માટે ગરીબી અને ધર્મની દિવાલ તોડી, ફાતિમાએ જ્યોતિ બની આનંદ સાથે લગ્ન કર્યા

PC: abplive.com

કહેવાય છે કે પ્રેમ અને સ્નેહમાં બધું જ ન્યાયી હોય છે, જ્યારે આવી જ એક અલ્પસંખ્યક છોકરીને આનંદ સાથે પ્રેમ થયો, ત્યારે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે, આ સમાજ તેમને સાથે રહેવા દેશે નહીં અને તેમના પોતાના જ લોકો તે બંનેને પોતાના દુશ્મન બનાવી દેશે. ફાતિમા નામની એક અલ્પસંખ્યક યુવતીને ગામના એક યુવક આનંદ યાદવ સાથે પ્રેમ થઈ ગયો, પરંતુ બંનેના પરિવારજનોએ તેમને એક સાથે રહેવાની મંજૂરી આપી નહીં, તેમના પરિવારજનોએ ધર્મ અને ગરીબીનું કારણ આપીને બંનેને અલગ કરવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ જો પ્રેમ સાચો હોય તો પછી મોટામાં મોટું તોફાન પણ આવે તો તેમનું કંઈ બગાડી નહીં શકે.

ફાતિમાએ કઠોર નિર્ણય લીધો અને પોતાનો ધર્મ બદલવાની દિશામાં પહેલ કરી, આ માટે તેને હિંદુ સંગઠનનો સંપૂર્ણ સહયોગ મળ્યો અને અંતે ફાતિમાએ તમામ મુશ્કેલીઓને પાર કરી અને ધર્મની દીવાલ તોડીને જ્યોતિ બની ગઈ. પરિવારે ભલે ફાતિમા અને આનંદ વચ્ચેના સંબંધોને નકારી કાઢ્યા હોય, પરંતુ સમાજે તેમને પૂરો સાથ આપ્યો. ફાતિમા અને આનંદે મંદિરમાં જઈને હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. બંનેના પરિવારજનોને પ્રેમ સામે ઝુકવાની ફરજ પડી હતી અને તેઓએ પણ આ લગ્નમાં ભાગ લેવો પડ્યો હતો.

આ મામલો ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના હરૈયા તાલુકાના કર્મ ઉર્ફે મઠિયા પોલીસ સ્ટેશન હરૈયાના રહેવાસી આનંદ યાદવે કોહલી મંદિરમાં ફાતિમા ઉર્ફે જ્યોતિ યાદવ સાથે લગ્ન કર્યા હતા. વરરાજા આનંદ યાદવે જણાવ્યું કે, અમારા બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો અને અમારા પરિવારના સભ્યો પહેલા તો સહમત નહોતા, પરંતુ જ્યારે તેઓએ લગ્નનો નિર્ણય લઇ લીધો ત્યારે આખરે તેઓ પણ સંમત થયા અને તેમની સંમતિથી અમે મંદિરમાં લગ્ન કરી લીધા. ફાતિમાથી જ્યોતિ બનેલી દુલ્હને કહ્યું કે, હું આનંદ યાદવને દિલથી પ્રેમ કરતી હતી અને મેં હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યાં છે.

હરૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની રહેવાસી એક અલ્પસંખ્યક યુવતીએ મંદિરમાં લગ્ન કર્યા અને આ દંપતીએ સાત ફેરા લીધા. કહેવાય છે કે લઘુમતી યુવતીને એક છોકરા સાથે પ્રેમ સંબંધ હતો. બંને સાથે જીવવા અને મરવાના સોગંદ લેવા લાગ્યા. બંનેએ પોતપોતાના પરિવારની હાજરીમાં આ વિસ્તારના એક મંદિરમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. મામલો હરૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના કર્મા મઠિયા ગામનો છે. તેમના પ્રેમસંબંધની જાણ થતાં પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, પરંતુ બંનેએ સાથે જીવવાની અને મરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ગામના કેટલાક ચુનંદા લોકોએ બંને પરિવારો વચ્ચે સમાધાન કરાવ્યું અને હિંદુ રીતિ-રિવાજ મુજબ તેમના લગ્ન સંપન્ન કરાવ્યા. હવે છોકરીનું નામ પણ બદલાઈ ગયું છે. આ પ્રસંગે ગ્રામ પ્રધાન અને ગામના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp