વરરાજાએ એવો ડાન્સ કર્યો કે દુલ્હને થોડી નાંખ્યા લગ્ન, જાણો શું હતું કારણ

PC: news18.com

ઉત્તર પ્રદેશના મેનપુરી જનપદમાં એક લગ્ન સમારોહના રંગમાં એ સમયે ભંગ પડી ગયો, જ્યારે DJ પર નાચી રહેલા વરરજાને જોઈને દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી. દારૂના નશામાં છાકટો થયેલો વરરજો પોતાના મિત્રો સાથે ‘તુઝકો હી દુલ્હા બનાઉંગી’ પર કમરતોડ ડાન્સ કરી રહ્યો હતો. જેના પર દુલ્હનને શંકા ગઈ કે વરરાજાએ દારૂ પીય રાખ્યો છે. જાણકારી મેળવવા પર એ વાત સાચી નીકળી અને દુલ્હને લગ્ન તોડી દીધા. આ આખી ઘટના કરહલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગંભીરા ગામની છે.

ગંભીરા ગામમાં બ્રજેશની પુત્રની જાન આવી હતી. જાન આવવા પર કન્યા પક્ષના લોકોએ તેમનો આદર સત્કાર કર્યો. લગ્નમાં રીતો શરૂ થઈ ગઈ. થોડા સમય બાદ વરમાળાનો કાર્યક્રમ શરૂ થવાનો હતો, પરંતુ એ અગાઉ વરરજો પોતાના મિત્રો સાથે DJ પર ડાન્સ કરવા માટે પહોંચી ગયો. DJ પર તે પોતાના મિત્રો સાથે મદહોશ થઈને ડાન્સ કરવા લાગ્યો, ત્યારે કન્યાએ તેને જોઈ લીધો. કન્યાને શંકા ગઈ કે વરરાજાએ ખૂબ દારૂ પીધો છે તો તેણે આ મામલે જાણકારી મેળવવા કહ્યું.

ત્યારબાદ ખબર પડી કે વરરાજાએ દારૂ પી રાખ્યો છે, પરંતુ ત્યાં સુધીમાં કન્યાને વરમાળા માટે સ્ટેજ પર લઈ જવામાં આવી હતી, ત્યાં કન્યાએ જોયું કે વરરાજો દારૂના નશામાં હતો અને તે સ્ટેજ પર પડી રહ્યો હતો. જેના પર દુલ્હને સ્ટેજ પરથી આવીને પોતાની માતાને કહ્યું કે, તે લગ્ન કરવા માગતી નથી, વરરાજો દારૂડિયો છે. પછી લગ્નના રંગમાં ભંગ પડી ગયો. ત્યાં ઉપસ્થિત લોકો કન્યાને મનાવવાનો ખૂબ પ્રયાસ કર્યો. પરંતુ તે કોઈ પણ કિંમત પર લગ્ન કરવા તૈયાર ન થઈ, જ્યારે પરિવારજનોને એ વાત ખબર પડી તો પછી બંને પક્ષોમાં બોલાબોલી શરૂ થઈ અને પંચાયતોનો દૌર શરૂ થઈ ગયો, પરંતુ કન્યાએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાદ દીધી. જાને કન્યાને લીધા વિના જ જવું પડ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp